Site icon

Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ શાળા-કોલેજોમાં જાહેર કરી રજા.. 

Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, BMC એ મુંબઈ (BMC વિસ્તાર) માં તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કૉલેજ માટે પ્રથમ સત્ર માટે રજા જાહેર કરી છે.   

Mumbai Rain Updates Holiday in all government-private schools and colleges

Mumbai Rain Updates Holiday in all government-private schools and colleges

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain Updates: મુંબઈ શહેર, ઉપનગરો અને થાણે વિસ્તારમાં  રવિવાર રાતથી જ મેઘરાજાની  ( Mumbai Heavy Rain )  જોરદાર બેટિંગ ચાલુ છે. ગઈકાલે રાતે 1 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધી મુંબઈ મહાનગરમાં વિવિધ સ્થળોએ 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઉપનગરીય રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

Mumbai Rain Updates: શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા

 આજે પણ ભારે વરસાદની આગાહી ( IMD Forecast ) છે. આ પૃષ્ઠભૂમિમાં, વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ મહાનગરની તમામ મ્યુનિસિપલ, સરકારી અને ખાનગી માધ્યમની શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી રહી છે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્રો માટે નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; લોકલ સેવા ખોરવાઈ…

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Exit mobile version