News Continuous Bureau | Mumbai
Mumbai Rains: ગઈકાલે સાંજે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેર ઠપ્પ થઈ ગયું હતું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોની ગતિ ધીમી પડી હતી. ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનના પાટા નદીઓમાં ફેરવાઈ ગયા હતા.
Mumbai Rains: જુઓ વિડીયો
ભારે #વરસાદને કારણે #કુર્લા #રેલ્વેટ્રેક પાણીમાં ડૂબ્યો, લાઈફલાઈન #મુંબઈ #લોકલના પૈડાં થંભી ગયા..#MumbaiRain #Mumbailocaltrain #Kurla #kurlastation #MumbaiRainfall #heavyrainfall #Kurlarain #Newscontinuous #news #localtrains pic.twitter.com/eAWE85rck1
— news continuous (@NewsContinuous) September 26, 2024
મુશળધાર વરસાદને કારણે મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કને પણ નોંધપાત્ર અસર થઈ હતી. કુર્લા, ભાંડુપ અને વિક્રોલીમાં રેલ્વે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે મધ્ય રેલ્વે (CR) લાઇન પર એક કલાક સુધી વિલંબ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai heavy rain: મુંબઈમાં આફતનો વરસાદ, કુર્લામાં બાઈકથી લઈને કાર સુધી બધું પાણીમાં ડૂબી ગયું; જુઓ વિડીયો..