Site icon

૭૦,૦૦૦ કરોડની ફિક્સ ડિપોઝીટ તોડો અને લોકોને વેક્સિન આપો, શિવસેનાના સાંસદ ની માગણી

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ મહાનગર પાલિકા પાસે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટ છે. આ ફિક્સ ડિપોઝીટ ઠાકરે પરિવાર ને વહાલી છે. જ્યારે જ્યારે આવી રીતે સૂચન આપ્યું છે ત્યારે ત્યારે ઠાકરે પરિવાર આક્રમક બન્યો છે. હવે શિવસેનાના સાંસદે શિવસેનાને અરીસો દેખાડ્યો છે. શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ પત્ર લખ્યો છે કે મુંબઈના તમામ લોકોને મફત રસી આપવાના ઈરાદા સાથે હવે ઘણા વર્ષોથી બચાવેલા પૈસા મહાનગરપાલિકાએ વાપરવા જોઈએ. 

વધુમાં તેમણે પત્રમાં એવી પણ માંગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર પાસે પૈસા ન હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના ૭૦ હજાર કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકારને આપવો જોઈએ અને જેમાંથી મહારાષ્ટ્ર તમામ નાગરિકોને મફત વેક્સિન આપે. ત્યારબાદ જ્યારે મહારાષ્ટ્ર સરકારની આર્થિક પરિસ્થિતિ સુધરે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાને આ પૈસા પરત આપવા જોઈએ. હવે જોવાનું એ રહે છે કે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકાર શું નિર્ણય લે છે.

વિકટ સમયમાં વિમાન નું ભાડું નહીં વધી શકે, સરકારનો આદેશ.
 

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version