Mumbai: મુંબઈના આ રેલવે લાઈનમાં પ્રવાસીઓને આજથી વધુ હાલાકી …રોજની આટલી ટ્રેનો થશે રદ… જાણો વિગતે અહીં…

Mumbai: મુંબઈનાં પશ્ચિમી પરાંઓને સાંકળતી વેસ્ટર્ન લાઈન પર ખારથી ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનની કામગીરીના કારણે તા. ૨૬મી ઓક્ટોબરથી રોજની ૨૦૦થી ૨૫૦ જેટલી લોકલ ટ્રેનો રદ થઈ રહી છે. પરંતુ, હવે સોમવારથી વધુ મહત્વની અને જટિલ કામગીરી શરુ થવાની હોવાથી રોજની ૩૦૦થી વધુ ટ્રેનો રદ થશે…

by NewsContinuous Bureau
Mumbai Tourists will suffer more in this railway line of Mumbai from today... 316 trains will be canceled daily... Know details here...

News Continuous Bureau | Mumbai 

Mumbai : મુંબઈ (Mumbai) નાં પશ્ચિમી પરાંઓને સાંકળતી પશ્વિમ લાઈન (Western Line) પર ખારથી ગોરેગાંવ (Khar Goregaon) વચ્ચે છઠ્ઠી લાઈનની કામગીરીના કારણે તા. ૨૬મી ઓક્ટોબરથી રોજની ૨૦૦થી ૨૫૦ જેટલી લોકલ ટ્રેનો રદ થઈ રહી છે. પરંતુ, હવે સોમવારથી વધુ મહત્વની અને જટિલ કામગીરી શરુ થવાની હોવાથી રોજની ૩૦૦થી વધુ ટ્રેનો રદ થશે. આ કામગીરી શુક્રવાર સુધી ચાલશે અને તેના કારણે ખાસ કરીને મોડી રાત તથા સવારની મોટાભાગની ટ્રેનો પર અસર થવાની સંભાવના છે.

મુંબઈમાં પશ્વિમ લાઈન પર ટ્રેનો રદ થઈ રહી હોવાથી હાલ મુસાફરોનમાં ભારે હાલાકી સર્જાઈ છે. વિરાર, બોરીવલી, અંધેરી, બાન્દ્રા, દાદર જેવાં સ્ટેશનો પર બેકાબૂ ભીડનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનાં ઓપ્શન આપ્યાં છે. કેટલીય કંપનીઓમાં શિફ્ટ બદલાઈ ગઈ છે. કેટલાય લોકો શક્ય હોય ત્યાં સુધી મેટ્રો, ઓટો કે બેસ્ટની બસો જેવા વૈકલ્પિક ઉપાયો અજમાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat: શું ખરેખર કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં થયો છે વધારો? હાર્ટ એટેક મામલે મનસુખ માંડવિયાનું મહત્વનું નિવેદન.. જાણો શું કહ્યું માંડવિયાએ.. વાંચો વિગતે અહીં..

વેસ્ટર્ન રેલવે દ્વારા દોડાવાતી ૨૩ ટકા લોકલ ટ્રેનો બંધ રહેશે

હવે આ કામગીરીનો વધુ નિર્ણાયક અને જટિલ તબક્કો શરુ થઈ રહ્યો છે. સોમવારથી રોજની ૩૧૬ જેટલી ટ્રેનો રદ થશે. વેસ્ટર્ન રેલવે દ્વારા દોડાવાતી ૨૩ ટકા લોકલ ટ્રેનો બંધ રહેશે.. મતલબકે દર ચારમાંથી એક ટ્રેન નહીં દોડે. તેના કારણે પાછલા કેટલાક દિવસોથી સર્જાઈ રહેલી હેરાનગતિમાં વધારે ઉમેરો થવાની સંભાવના છે. આ કામગીરી મોટાભાગે રાત દરમિયાન થવાની છે. આથી મોડી રાતની અને સવારની મોટાભાગની ટ્રેનો પર અસર થઈ શકે છે. એક અંદાજ મુજબ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા સુધીની એટલે કે સવારના રશ અવર્સની જ મહત્તમ ટ્રેનો રદ થાય તો વધારે હાલાકી સર્જાશે.

વેસ્ટર્ન રેલવેનાં મહત્વનાં સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર ભીડ મેનેજ કરવા માટે વધારાના પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા છે. જોકે, પ્રવાસીઓના ધસારા સામે તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે. પ્લેટફોર્મ પર , ટ્રેનમાંથી ચઢતી કે ઉતરતી વખતે, પગથિયાં કે પછી એસ્કેલેટર પર પ્રવાસીઓના ટોળાં સામટાં ધસી જતાં હોય તેવા અનેક સોશ્યલ મિડીયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર છઠ્ઠી લાઈનની કામગીરીની સાથે સાથે સિગ્નલિંંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે અપગ્રેડ કરવામાં આવી રહી છે. ટ્રેનની કામગીરીને સરળ બનાવવા, એલઇડી લાઇટ સાથે સિગ્નલોની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ટેકનિકલ ખામીઓનું ઝડપથી નિવારણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે આમ સમગ્ર સિસ્ટમને ફાયદો થશે એવી ખાતરી છે.

આ સમાચાર પણ વાંચો : Station Mahotsav : ગાંધીધામ અને હિંમતનગર સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ નો શુભારંભ

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More