ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં કોરોના પૂર્ણપણે કાબૂમાં આવી ગયો છે. શહેરમાં મહાનગરપાલિકાના કુલ 24 વૉર્ડ છે, જેમાંથી ૧૨ વૉર્ડમાં કોરોનાનો બમણા થવાનો દર 200 દિવસનો થઈ ગયો છે. સારી વાત એ છે કે સી વૉર્ડ એટલે કે મરીન લાઇન્સ વિસ્તારમાં કોરોના ડબલ થવાની ઝડપ 337 દિવસની થઈ ગઈ છે. ત્યારબાદ ઘાટકોપરનું પ્રદર્શન બહુ જ સારું છે. અહીં 272 દિવસમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ શકે છે. જ્યારે ચેમ્બુરમાં 266 દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ શકે છે. આ મામલે દાદરની સ્થિતિ પણ સારી છે, અહીં ડબલિંગ રેટ 251 દિવસનો છે.
એનઆઇવી સપોર્ટ પર ‘લવ યુ જિંદગી’ ગીત સાથે ઝૂમવાવાળી છોકરી આખરે કોરોનાની લડાઈ હારી ગઈ; આખો દેશ શોકમગ્ન
જોકે સૌથી ખરાબ પ્રદર્શન દહિસર વિભાગનું છે, અહીં 137 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ શકે છે.
મુંબઈ શહેરમાં અત્યારે આશરે ૩૮ હજાર સક્રિય કેસ છે, જેમાંથી 25,000 કેસ એવા છે જેમનામાં કોઈ જ લક્ષણ દેખાઈ નથી રહ્યાં.
આમ મુંબઈ શહેરનું ચિત્ર દિવસે ને દિવસે સુધરતું જાય છે.