News Continuous Bureau | Mumbai muncipal elections including mumbai and thane will be delayed
ઓ.બી.સી. આરક્ષણ(OBC Reservation)ને લઈને મહારાષ્ટ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયને કારણે હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત રાજ્યના અનેક પાલિકા, નગરપાલિકાઓની ચૂંટણી (Elections) લંબાઈ જવાની છે.
હાલ ચાલી રહેલા અધિવેશનમાં સોમવારે ઓ.બી.સી. આરક્ષણનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેને પગલે હવે રાજ્ય ચૂંટણી પંચ પાસે માત્ર ચૂંટણી યોજવાનો અધિકાર રહેશે. ચૂંટણી સિવાય અન્ય અધિકારો હવેથી રાજ્ય સરકાર પાસે જ રહેશે. તેથી સરકાર વોર્ડ રચનાનો અહેવાલ ચૂંટણી કમિશનરને આપશે નહીં, ત્યાં સુધી ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરી શકશે નહીં. તેથી હવે મુંબઈ, થાણે સહિત જુદી જુદી પાલિકા, નગરપાલિકા અને નગરપંચાયતોની ચૂંટણી વિલંબમાં મુકાવાની છે.
આ સમાચાર પણ વાંચો : તો શું મુંબઈના રસ્તા પરથી ઓલા, ઉબેરની ટેક્સીઓ ગાયબ થઈ જશે? બોમ્બે હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ..
આ બિલ વિધાનસભામાં મંજૂર કરવામાં આવતા હવેથી વોર્ડની રચના અને ચૂંટણીની તારીખ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે આવી ગયો છે. મધ્ય પ્રદેશની પેર્ટનને અનુસરીને મહારાષ્ટ્રમાં ઓબીસી અનામત માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે, તેથી સરકારને હવે વોર્ડની રચના,મતદાર યાદી બનાવવાની, ચૂંટણી કાર્યક્રમ સહિત ચૂંટણી યોજવાનો અધિકાર મળી ગયો છે.
પરિણાણે મુંબઈ, થાણે સહિતની આગાની પાલિકા, પંચાયતની ચૂંટણીઓ વિલંબમાં આવશે. ઓછામાં ઓછા ચારથી પાંચ મહિનાનો સમય લાગશે.કદાચિત સપ્ટેમ્બર 2022 સુધીનો સમય નીકળી જશે.
અગાઉ મુંબઈ મહાનગરપાલિકાએ વોર્ડની રચના કરી હતી, તે હવે રદ થઈ ગઈ છે. હવે વોર્ડની રચના નવેસરથી કરવામાં આવશે.