News Continuous Bureau | Mumbai
Showglitz Navratri : શો ગ્લિટ્સ નવરાત્રી(Navratri) એ માત્ર ગરબા રમવાનાં શોખિન ખેલૈયાઓ માટે નથી. અહીં આવનારા બાળકોથી લઈને યુવાનો અને સિનિયર સિટીઝન્સ એક સમાન ગરબાને માણે છે. કારણકે દરરોજ સાંજે સાત વાગ્યે માતાજીનાં બનાવેલા મંદિરમાં આરતી કર્યા બાદ ફાલ્ગુની પાઠક અને તેની ટીમ તાથૈયાનાં કલાકારો માતાજીની આરાધના અને દેશી ગરબાની રમઝટ બોલાવે છે.
બોરિવલીનાં(Borivali) સ્વર્ગસ્થ શ્રી પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં માતાજીનું મંદિર, ગરબાની પહેલા આરતી, માતાજીનાં પરંપરાગત ગરબા, સીતા રામની ધુન, રાધા-કૃષ્ણનાં પ્રેમ ભર્યા ગીતો અને ભજનો સાથે વાતાવરણ સાંસ્કૃતિક રીતે મુઠ્ઠી ઉંચેરુ બની જાય છે. પોતાના બે કલાકના પર્ફોમન્સ દરમિયાન ફાલ્ગુની(Falguni Pathak) પોતાના અલૌકિક મવાજ સાથે જાણે માતાજીની આરાધનામાં પુરી રીતે લીન થઈ જાય છે અને લોકોને પણ પ્રભુભક્તિમાં લીન કરી દે છે.
એ ઉપરાંત અહીં ખેલૈયાઓ(Players) પુરી રીતે ગરબાનો આનંદ લઈ શકે અને તેમનો સમય ન વેડફાય એ માટે સાડા સાતનાં ટકોરે ગરબા શરૂ કરી દેવામાં આવે છે.
ચાલુ વર્ષેની નવરાત્રી પ્રેઝેન્ટેડ બાય જેએનવી ઈન્ફ્રા, પોવર્ડ બાય ટ્રાન્સકોન તેમજ કેસીડી, કો પોવર્ડ બાય કે હેમાની, એસોશિયેટ પાર્ટનર પોલો ઈન્ફ્રા, અનુલ પ્રોજેક્ટ્સ અને ફેડરલ બેન્ક છે. જેમણે ખેલૈયાઓને ફુલ પૈસા વસુલ અનુભવ મળે એટલે ઈન્ટરનેશનલ લેવલની તૈયારીઓ કરી છે.
આ વિશે વાત કરતા શો ગ્લિટ્સનાં ડિરેક્ટર સંતોશ શેટ્ટી કહે છે, “ખેલૈયાઓ આખુ વર્ષ વાટ જુએ છે અને ફાલ્ગુની સાથે ગરબા રમવા માથે સિઝન પાસ લઈ ઓફિસથી વહેલા નિકળી દોડી-દોડીને સાંજે સાડા સાત વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ પર પહોંચી જાય છે. પને પછી અમે જો ગરબા સમયસર શરૂ ન કરીએ તો એ યોગ્ય નથી. એટલે જ અમે ડોટ સાડા સાતનાં ટકોરે ગરબા શરૂ કરી દેઈએ છીએ શરૂઆતથી ગ્રાઉન્ડ પર નાં દરેક ખેલૈયોને દસ વાગ્યા સુધી ફુલ ગરબા એન્જોય કરવા મળે છે. આને જ તો કહેવાય પૈસા વસુલ.”
આ સમાચાર પણ વાંચો : Mumbai : ‘છોગાળા રે’ નવરાત્રિને રંગ ભેરુઓએ ઉમળકાભેર વધાવી…