ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
ઓટિઝમની બીમારી ધરાવતું બાળક પગભર થઈ શકે તેમના જીવનને એક નવી દિશા માટે તે ઉદ્દેશ્યથી સોપાન સંસ્થા કામ કરે છે. સોપાન સંસ્થાના નેજા હેઠળ જ રવિવારે પાંચ ડિસેમ્બરના નવી પનવેલમાં “શનય ઓટિઝન રિસોર્સ સેન્ટર “નું ઉદઘાટન કાંદિવલી(પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
શનય ઓટિઝમ રિસોર્સ સેન્ટર એ ઓટિઝમની બીમારી ધરાવતું બાળક, વ્યક્તિ અનેક પ્રકારનું કૌશલ્ય ધરાવતા હોય છે. પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન કે દિશા ચિંધનારું કોઈ હોતું નથી. ત્યારે શનય સેન્ટર એ આંતર રાષ્ટ્રીય ધોરણ મુજબ ડિઝાઈન કરેલી સંસ્થા છે. આ સેન્ટરના માધ્યમથી ઓટિઝમ ધરાવતા બાળકોને સ્કૂલ સહિત ડે કેરની સુવિધા ઉપલબ્ધ થવાની છે. શનયમાં વાલીઓને તેમની આવશ્યકતા મુજબ બાળકોની કાળજી લેવાથી આરામ કરવા જેવી તાત્પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ હશે.
સોપાન સંસ્થા 2002માં ઓટિઝમ બીમારી ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આધાર આપવા માટે ઊભી થઈ હતી. આ સંસ્થાના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર ટ્રેનિંગ, સ્ક્રીન પ્રિન્ટીંગ, આર્ટસ, કુકીંગ અને હોમ મેનેજમેન્ટ જેવી ટ્રેનિંગ પણ બાળકોને આપવામાં આવે છે.
 
			         
			         
                                                        