News Continuous Bureau | Mumbai
મુંબઈના વરલી સીફેસ પર ગઈકાલે (રવિવારે) સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો. અહીં એક કારે મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું. જ્યારે કાર ચાલકને ઈજા થઈ હતી. જોકે, આ મામલે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે.
આ અકસ્માત વિશે જણાવતા વરલી પોલીસે જણાવ્યું હતુ કે, મુંબઈના વરલી વિસ્તારમાં એક ઝડપી કારની ટક્કરથી એક મહિલાનું મોત થયું હતું. કારનો ડ્રાઈવર તેમાં ઘાયલ થયો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટના રવિવારે સવારે 6:30 વાગ્યે વરલી-બાંદ્રા સીલિંકથી થોડાક મીટર દૂર વરલી સીફેસ પર વર્લી ડેરી પાસે બની હતી.
પંજાબ પોલીસને મળી મોટી સફળતા. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના આ નજીકના સદસ્યએ કર્યું સરેન્ડર
મૃતક મહિલા એક ટેક ફર્મની CEO હોવાનું કહેવાય છે. મહિલા એક ટેક્નોલોજી કંપનીની સીઈઓ હતી અને ફિટનેસ ફ્રીક કહેતી હતી. તે મુંબઈના શિવાજી પાર્કમાં જોગર્સ ગ્રુપનો ભાગ હતી. પોલીસે ડ્રાઈવરની મેડિકલ તપાસ કરાવતાં જાણવા મળ્યું હતું કે ડ્રાઈવર દારૂના નશામાં હતો. કારચાલક વિરુદ્ધ બેફામ ઝડપે ચલાવવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે, આ વિસ્તારમાં કોસ્ટલ રોડનું કામ ચાલતું હોવાથી ચાલવા આવતા લોકો માટે જગ્યા અપૂરતી હોવાથી આવા બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું.