મુંબઈની પરિસ્થિતિ ચિંતાજનક -ચાર મહિના બાદ ફરી કોવિડના કેસમાં જબરદસ્ત ઉછાળો- હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા પણ વધી

Centre revises ICU charges, room rent, OPD fees at CGHS hospitals

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ફરી એક વખત કોરોનાને(Covid19) કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. કોરોનાના કેસમાં(Corona case) સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એ સાથે જ હોસ્પિટલમાં દર્દીનું દાખલ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. રવિવારે લગભગ 100 દર્દીઓને મુંબઈની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર મહિનામાં આ સૌથી વધુ આંકડો છે. 

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલો કોરોનાનો ગ્રાફ રવિવારે પણ સતત ઊંચો રહ્યો હતો. પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર રવિવારે મુંબઈમાં 1,803 નવા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 40 વર્ષથી ઓછી ઉંમરના બે દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. શહેરનો પોઝિટિવિટી રેટ(Positivity rate) હાલમાં 11 ટકા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે, મુંબઈમાં દર્દી બમણા થવાનો દર વધીને 513 દિવસ થઈ ગયો છે. મુંબઈમાં હાલ સાજા થયેલા દર્દીઓનો દર 97% છે. 5મીથી 11મી જૂન સુધી, કોરોનાનો વૃદ્ધિ દર  0.133 ટકા રહ્યો છે. ગંભીર અને લાંબી માંદગી ધરાવતા દર્દીઓની સંખ્યા 11,085 છે. તો હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા  30 છે. ICU બેડ, તેમજ વેન્ટિલેટરની ક્ષમતા 1524 છે. તો ઓક્સિજન સાથેના બેડ 4748 છે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં સ્થિર થયો કોરોના-આજે પણ એક હજારથી વધુ કેસ આવ્યા સામે-મૃત્યુ આંક પણ વધ્યો- જાણો આજના તાજા આંકડા 

રવિવારે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 111 થઈ ગઈ છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને 12 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી.  અત્યાર સુધીમાં 425 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેડ ઓક્યુપેન્સી રેટ(Bed occupancy rate)  2% થી વધુ છે.  પાલિકાના જણાવ્યા અનુસાર છ દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો રવિવારે બે દર્દીઓના મોત થયા હતા. આ દર્દીઓને પહેલાથી ગંભીર બીમારી હતી. 

મહારાષ્ટ્રના(Maharashtra) આરોગ્ય વિભાગે(Department of Health) આપેલા  આંકડા મુજબ રવિવારે 2946 નવા દર્દીઓનું નિદાન થયું છે. રાજ્યમાં રવિવારે બે કોરોના દર્દીઓના મોત થયા હતા, જેનાથી મૃત્યુઆંક 1.86 ટકા થયો હતો. રાજ્યમાં દિવસ દરમિયાન કુલ 1,432 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 77,46,337 દર્દીઓ સાજા થયા છે. દર્દી સાજા થવાનો દર 97.92 ટકા છે. રાજ્યમાં કુલ 16,370  સક્રિય દર્દીઓ છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *