News Continuous Bureau | Mumbai
મુંબઈનું(Mumbai) એક માત્ર તળાવ પવઈ(Powai) મુશળધાર વરસાદને(Heavy rainfall) કારણે મંગળવારે સાંજે ૬.૧૫ વાગે છલકાઈને વહેવા માંડ્યું હતું. તેથી બહુ જલદી અન્ય તળાવો પણ છલકાઈ જશે એવો વિશ્ર્વાસ પાલિકાના(BMC) પાણીપુરવઠા ખાતાએ(Water Supply Department) વ્યક્ત કર્યો હતો.
ગુડ ન્યુઝ!! મુશળધાર વરસાદમાં મુંબઈનું પવઈ તળાવ છલકાયું..#Mumbairains #monsoon #powailake #overflow #waterstock pic.twitter.com/ZjhLwzJm1E
— news continuous (@NewsContinuous) July 6, 2022
છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે પવઈ છલકાઈ ગયું હતું. પવઈ તળાવનું પાણી જોકે પીવા માટે વાપરવામાં આવતું નથી. પરંતુ તેનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ(Industrial consumption) માટે કરવામાં આવે છે. છતાં પવઈનું છલકાઈ જવું પાલિકાની સાથે જ મુંબઈગરા માટે આનંદના સમાચાર છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈમાં માત્ર પાંચ દિવસમાં આખા જુલાઈનો 64 ટકા વરસાદ પડી ગયો-જાણો તાજા આંકડા
પવઈ મુંબઈનું એકમાત્ર તળાવ ગયા છે. પવઈમાં ૧૮૯૦ની સાલમાં આ કૃત્રિમ તળાવ બાંધવામાં આવ્યું હતું. તે સમયમાં તળાવના બાંધકામ(lake construction) માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ તળાવની પાણી સમાવવાની ક્ષમતા ૫૪૫ કરોડ લિટરની છે. તળાવનો પરિસર ૬.૬૧ કિલોમીટરનો છે. તળાવ પૂરું ભરાયું હોય તો પાણીનું ક્ષેત્રફળ લગભગ ૨.૨૩ ચોરસ કિલોમીટર જેટલો છે. તળાવ પૂર્ણ ભરાયા બાદ તેનું પાણી મીઠી નદીમાં જાય છે.