Site icon

Ganesh Mandals: મુંબઈના ગણેશ મંડળોને એક સાથે પાંચ વર્ષની મંજૂરી આપવા મહાપાલિકાને મંગલ પ્રભાત લોઢાની રજૂઆત

Ganesh Mandals : દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી અને પંડાલ માટે પરવાનગીની કાર્યવાહીમાં સમય વેડફતા ગણપતિ મંડળોને આ સમસ્યામાંથી રાહત અપાવવા માટે મુંબઇ ઉપનગરનાં પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહાપાલિકા સમક્ષ રજૂઆત કરી છે.

Presentation of Mangal Prabhat Lodha to the Municipality to allow Mumbai Ganesh Mandals for five years at a time

Presentation of Mangal Prabhat Lodha to the Municipality to allow Mumbai Ganesh Mandals for five years at a time

News Continuous Bureau | Mumbai

Ganesh Mandals : દર વર્ષે ગણેશોત્સવની ( Ganeshotsav ) ઉજવણી અને પંડાલ માટે પરવાનગીની કાર્યવાહીમાં સમય વેડફતા ગણપતિ મંડળોને આ સમસ્યામાંથી રાહત અપાવવા માટે મુંબઇ ઉપનગરનાં પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહાપાલિકા સમક્ષ રજૂઆત કરી છે. જો છેલ્લા ૧૦ વર્ષમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું ન હોય તો મહાનગરપાલિકાએ આવા મંડળોને કોઈપણ શરત  વિના પાંચ વર્ષના મંડપ લાઇસન્સ ( Mandap License ) આપવા જોઈએ એવી રજૂઆત  મંત્રી મંગલ પ્રભાત લોઢાએ સંબંધિત સત્તાધીશો સમક્ષ કરી હતી.  

Join Our WhatsApp Community

           વર્ષ ૨૦૨૪ની બૃહન્મુંબઈ ( Mumbai ) સાર્વજનિક ગણેશોત્સવ સમિતિની બેઠક મંત્રાલયમાં મળી હતી. આ પ્રસંગે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને નડતા વિવિધ અવરોધો અંગે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના પ્રમુખ નરેશ દહીબાવકર, સચિવ ગિરીશ વાલાવલકર, ગણેશ ગુપ્તા, અરુણા હલ્દનકર, ભૂષણ કડુ, સંજય શિર્કે, રાજુ વર્તક, જલસુરક્ષા દળ ગોરાઈના અનિરુદ્ધ જોશી, દાદરના જલસુરક્ષા દળના સૂરજ વાલાવલકર, ગીરગાંવના રૂપેશ કોઠારી વગેરે હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Mangal Prabhat Lodha: BKC માં ટ્રાફિક હળવો કરવા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ MMRDAને રજૂઆત કરી, આ વ્યવહારૂ વિકલ્પો પણ સુચવ્યા.

પાલક મંત્રી શ્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ ( BMC ) છેલ્લા દસ વર્ષમાં કાયદા અને નિયમોનો ભંગ ન કર્યો હોય તેવા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને ( Mumbai Ganesh Mandals ) જ પાંચ વર્ષ માટે મંડપ લાઇસન્સ આપવાનો પ્રસ્તાવ મુક્યો  છે. આ સાથે કેટલાક નિયમો અને શરતો જોડાયેલ છે. સંકલન સમિતિની માંગ મુજબ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ પાંચ વર્ષના સમયગાળા માટે જાહેર ગણેશોત્સવ મંડળોને કોઈપણ નિયમો અને શરતો વિના મંજૂરી આપવી જોઈએ.

            પાલક મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે રામલીલા ઉત્સવ માટે ઉભા કરવામાં આવનાર મંડપના ભાડામાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અને ફ્રી ફાયર સર્વિસ આપવામાં આવી હતી. તે જ રીતે આ વર્ષે પણ ગણેશોત્સવ ઉજવવા માટે ગણેશોત્સવ મંડળોને આ છૂટ આપવી જોઈએ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version