News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવેના(Western Railway) સાંતાક્રુઝ રેલવે સ્ટેશનની(Santa Cruz Railway Station) (પૂર્વ) તરફની રેલવેની જમીન જાહેર પરિવહનની(public transport) અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે. જોકે રેલવેની(Railway) આ જમીન બે મહિના માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવવાની છે. તેથી લોકોને અવરજવરમાં તકલીફ થશે.
આ સમયગાળા દરમિયાન, મુસાફરોને સાંતાક્રુઝ સ્ટેશન પર પૂર્વ બાજુના દક્ષિણ ફૂટ ઓવરબ્રિજ(South Foot Overbridge) સુધી પહોંચવા માટે BMC વિસ્તારમાં ઉપલબ્ધ વૈકલ્પિક રસ્તાનો (alternative route) ઉપયોગ કરી શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે MUTP ફેઝ II હેઠળ મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી(Mumbai Central and Borivali) વચ્ચે 6ઠ્ઠી લાઈન પ્રોજેક્ટનું કામ પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આના સંબંધમાં, બેસ્ટ બસ ડેપોને(Best bus depot) સંલગ્ન સાંતાક્રુઝ સ્ટેશનની પૂર્વ બાજુએ આવેલી રેલ્વે જમીન(Railway land) પ્રોજેક્ટ સંબંધિત કાર્યોના અમલીકરણ માટે 11મી નવેમ્બર, 2022 સુધીના બે મહિનાના સમયગાળા માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત- ટ્રકે એક બે વાહનોને નહીં પણ 9 વાહનોને લીધા અડફેટે- આટલા લોકો થયા ઘાયલ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, MUTP ફેઝ – II હેઠળ 6ઠ્ઠી લાઇન પ્રોજેક્ટના સંબંધમાં માળખાકીય કાર્ય હાથ ધરવા માટે સાંતાક્રુઝ સ્ટેશનની પૂર્વ બાજુએ રેલ્વે જમીનનો પેચ જરૂરી છે. વધારાની એક લાઇન માટે જગ્યા ઉભી કરવા માટે બાઉન્ડ્રી વોલ અને ગટરની કામગીરી હાથ ધરવામાં આવશે. આથી, રેલ્વેની જમીનનો આ ભાગ, જે હાલમાં જાહેર પરિવહનની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે તે 11મી નવેમ્બર, 2022 સુધીના બે મહિનાના સમયગાળા માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.