ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઇના ગોરેગામ વિસ્તારમાં આવેલા આરે પોલીસ સ્ટેશને ચાર રીક્ષા ચોરોની ધરપકડ કરી છે. આ ચાર રીક્ષા ચોરો અત્યાર સુધીમાં અનેક રીક્ષા ની ચોરી કરી ચૂક્યા છે. તેમજ રીક્ષા ચોરી કર્યા બાદ તેઓ નંબર પ્લેટ બદલી ને પરીક્ષા માત્ર પાંચ હજાર રૂપિયામાં વેચી નાખતા હતા. દિલચસ્પ વાત એ છે કે આ રીક્ષા ખરીદનાર વ્યક્તિઓ ચોરીની રિક્ષા ભાડે આપીને દૈનિક 300 રૂપિયાની કમાણી કરતા હતા. પોલીસે આ સંદર્ભે વધુ કાર્યવાહી કરતા અત્યાર સુધી 6 રિક્ષા જપ્ત કરી છે. તેમજ તપાસ હજુ ચાલુ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આવી અનેક ચોરી કરાયેલી રીક્ષાના રાઝ ખુલશે.
આ તમામ ચોર રાત્રીના સમયે પાર્ક કરેલી રીક્ષા ના સર્કિટ બદલીને રીક્ષા ચાલુ કરી દેતા હતા તેમજ અજ્ઞાત સ્થળે લઇ જઇ તે રીક્ષા ની નંબર પ્લેટ બદલી નાખતા હતા. આ રીક્ષા માત્ર પાંચ હજાર રૂપિયામાં ખરીદનાર લોકોની સંખ્યા પણ ઓછી નથી. રીક્ષા ખરીદનાર લોકોની પણ હવે ધરપકડ કરવામાં આવી રહી છે. આ મુંબઈ શહેરમાં રીક્ષા ચોરી નો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે.