News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની(BMC) મુદત 7 માર્ચ,2022ના પૂરી થઈ ગઈ છે. તેથી ચૂંટણી(BMC Election) ક્યારે થાય છે તેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં(Maharashtra) સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં ઓછો વરસાદ હોય તરત જ ચૂંટણી યોજવામાં આવે. તેમ જ વધુ વરસાદ હોય તેવા વિસ્તારોમાં ચોમાસા(Mosoon) પછી ચૂંટણી યોજવી.
આ સમાચાર પણ વાંચો :વાહ!! આખરે મુર્હુત મળ્યું, રીવલીની કાન્હેરી ગુફાનો વિકાસ કામનો થયો શુભારંભ.. જાણો વિગતે
કોર્ટના આ નિર્દેશને પગલે મુંબઈ અને કોંકણના(Kokan) વરસાદી વિસ્તારોમાં ચોમાસા પછી ચૂંટણી યોજાશે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠવાડા(Marathawada) અને વિદર્ભમાં(Vidarbh) ઓછા વરસાદને કારણે અહીં નિર્ધારિત સમય મુજબ ચૂંટણી યોજવી જોઇએ. પરંતુ કોંકણ અને મુંબઈમાં ચોમાસા બાદ ચૂંટણીનો આદેશ આપવામાં આવ્યો છે.