News Continuous Bureau | Mumbai
બે વર્ષના ગાળા બાદ આ વર્ષે યોજાયેલી માઉન્ટ મેરી(Mount Mary)ની જાત્રામાં મોટી સંખ્યામાં મુંબઈગરા (Mumbaikars) ઉમટી રહ્યા છે. રવિવાર ૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર ચાલનારી બાન્દ્રા(Bandra માં માઉન્ટ મેરીની આ જાત્રામાં લોકોના ઘસારાને પહોંચી વળવા બેસ્ટ પ્રશાસને (BEST Transport) વધારાની બસો(Extra bus) દોડાવી રહી છે.
લોકોના ઘસારાને ખાસ કરીને કોલેજિયનોની માનીતા ગણાતા માઉન્ટ મેરીના ફેર(Mount Mary Fare) માં આવી રહ્યા છે. તેથી તેઓ માઉન્ટ મેરી ચર્ચ(Mount Mary Church) માં સરળતાથી પહોંચી શકે તે માટે બેસ્ટ પ્રશાસન દ્વારા સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર
બેસ્ટ રવિવારથી અઠવાડિયા સુધી બાન્દ્રા(પશ્ચિમ)માં રેલવે સ્ટેશન બહારથી માઉન્ટ મેરી ચર્ચ સુધી વધારાની ૨૬૦ બસ દોડાવશે, જેમાં બસ નંબર – ૨૦૨ લિમિટેડ, ૩૨૧ લિમિટેડ, એ-૩૭૫, ૪૨૨, સી-૭૧ બસનો સમાવેશ થાય છે.
સાથે જ મુંબઈ(Mumbai)ના ઉપનગરમાંથી બાંદ્રા સ્ટેશન તરફ આવનારા મુંબઈગરા માટે જાત્રાના સમયગાળા દરમિયાન સ્પેશિયલ બસ સેવા બાંદ્રા સ્ટેશન અને હિલ રોડ ગાર્ડન દરમિયાન દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે