News Continuous Bureau | Mumbai
કોવિડ મહામારી(Covid epidemic) દરમિયાન દેશમાં બાળકના જન્મનો દર(Birth rate) વધારે રહ્યો હોવાનું કહેવાય છે. જોકે તેનાથી વિરુદ્ધ મુંબઈમાં બાળકનો જન્મ દર(Child birth rate) 2021 ની સાલમાં માત્ર 24 ટકા રહ્યો છે. મહામારી પહેલા એટલે કે 2019ની સાલ કરતા આ અત્યંત ઓછો કહેવાય છે.
પાલિકાના(BMC) આંકડા મુજબ 2021ની સાલમાં 1,13,792 બાળકના જન્મના રજીસ્ટ્રેશન(Birth registration) થયા હતા. જયારે મહામારી પહેલા એટલે 2019ની સાલથી આ આંકડો 35,106 જેટલો ઓછો છે. 20219ની સાલમાં 1,48,898 રજીસ્ટ્રેશન થયા હતા. તો 2018ની સાલમાં 1,51,187 રજીસ્ટ્રેશન થયા હતા.
પાલિકાના આરોગ્ય ખાતાના(Department of Health) આંકડા મુજબ 2021માં આંકડો એકદમ ઘટી ગયો હતો. મહામારી પહેલા છેલ્લાં પાંચ વષર્નો સરેરાશ જન્મનું પ્રમાણ 1.5 લાખનું હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષમાં મુંબઈમાં હવે જન્મનું પ્રમાણ સરેરાશ 2-3 ટકા ઘટી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગારને પકડી પાડવામાં બોરીવલી એમ-એચ-બી-પોલીસ સફળ- જાણો વિગત
જન્મનું પ્રમાણ ઘટી જવા પાછળ કોરોના કાળમાં લાગુ કરવામાં લોકડાઉનને(Lockdown) કારણે થયેલા મોટા પ્રમાણમાં લોકોના માઈગ્રેશનને(Migration) પણ જવાબદાર માનવામાં આવે છે. જોકે નિષ્ણાતોના કહેવા મુજબ ફક્ત માઈગ્રેશન જ નહીં પણ મિડલ અને અપર ક્લાસ(Middle and upper class) પરિવાર હવે મહામારી બાદ આર્થિક પરિસ્થિતિને(Economic situation) ધ્યાનમાં રાખીને પરિવાર ચાલુ કરવા બાબતે ઉતાવળ કરવા માગતો નથી.