ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
BDD ચાલના પુનર્વિકાસ માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરવાની પ્રક્રિયા શરૂ છે. ચાલના મૂળ ભાડૂતના નિધન બાદ એ ઘર કોના નામે કરવું આ બાબતે વારસદારો એકમત નથી થઈ રહ્યા. એથી હસ્તાંતરણની પ્રક્રિયા વિલંબિત થઈ હતી. હવે આ બાબતે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર ગાળા હસ્તાંતરણ બાબતે જે વારસદારો એકમત ન થાય તેમ જ સંયુક્ત નામથી રૂમ હસ્તાંતરણ કરવાનો નિર્ણય લઈ ન શકતા હોય તો સંબંધિત ગાળો BDD ચાલના સંચાલકના નામે રાખવામાં આવશે. આ બાબતે નિર્ણય ગૃહ નિર્માણ વિભાગે રજૂ કર્યો છે.
દશેરાની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસની વિશેષ ઝુંબેશ; આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી: જાણો વિગત
ગૃહ નિર્માણ વિભાગે રજૂ કરેલા GR પ્રમાણે મૂળ ભાડૂતના મૃત્યુ બાદ તેના વારસદારોના ગાળાના હસ્તાંતરણ કરવા બાબતે એકમત થતા ન હોય અને સંબંધિત વારસદાર અન્ય વારસદારોની માહિતી ઉપલબ્ધ કરતો ન હોય, સંયુક્ત નામે હસ્તાંતરણનો નિર્ણય લઈ ન શકે તો આવા પ્રકરણે હાલમાં ગાળો BDD ચાલના સંચાલકના નામે રાખવાનો આદેશ વિભાગે આપ્યો છે. એમાં રહેતા લોકોને કૅમ્પમાં સ્થળાંતર કરવામાં આવશે.
આવા કેસમાં ગાળાધારક આવશ્યક માહિતી અને દસ્તાવેજો સંચાલક પાસે રજૂ કરશે ત્યારે એના આધારે વારસદારના નામે એ હસ્તાંતરિત કરવાનો આદેશ સંચાલકે રજૂ કર્યો છે.