ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પાંચ-છ કલાકનો નહીં પણ પૂરા 36 કલાકનો જમ્બો મેગાબ્લોક રાખ્યો છે. તેથી રવિવારે સેન્ટ્રલ લાઈનમાં પ્રવાસ કરનારાઓને હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે.
રેલવેના જણાવ્યા મુજબ થાણે અ કલવામાં સ્લો લાઈન પર પાંચમી અને છઠ્ઠી લાઈન પર 36 કલાકનો ઈન્ફ્રાસ્ટ્રકચરલ બ્લોક રાખવામાં આવ્યો છે. આ બ્લોક શનિવાર 8 જાન્યુઆરીના બપોરના બે વાગ્યા શરૂ થશે, જે 10 જાન્યુઆરીના રાતના બે વાગ્યા સુધી (રવિવાર મોડી રાત સુધી) રહેશે.
36 કલાકનો આ બ્લોક થાણે અને કલવા સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઈન પર રહેશે. આ દરમિયાન થાણે અને દિવા વચ્ચે જૂના-નવા પાટા વચ્ચેનું જોડાણ અને ક્રોસ ઓવર કનેકશનનું કામ કરવામાં આવવાનું છે.
રવિવારના આ 36 કલાકના જંબો મેગા બ્લોક દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઈનના માટે આ બ્લોક લેવામાં આવ્યો છે આ દરમિયાન થાણે અને દિવા વચ્ચે સ્લો લાઈન બંધ રહેશે. તો કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડતી ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ મોટા પ્રમાણમાં અસર જોવા મળશે. બ્લોકના સમય દરમિયાન અપ સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો જે કલ્યાણથી શનિવારના બપોરના એક વાગે છૂટશે જે કલ્યાણ માટુંગા વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર ડાઈવટ કરાશે. આ ટ્રેન ઠાકુર્લી, કોપર, મુંબ્રા, કલવા, નાહુર, કાંજુરમાર્ગ અને વિદ્યાવિહાર સ્ટેશન પર હોલ્ટ નહીં કરશે. આગળ પછી તે ફરી સ્લો લાઈન પર ડાયવર્ટ થઈ જશે. તો બે વાગ્યા બાદ અપ સ્લો અને સેમી ફાસ્ટ લાઈનની ટ્રેનો કલ્યાણ અને મુલુંડ વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર દોડશે, જે કોપર, મુંબ્રા અને કલવા સ્ટેશન પર હોલ્ટ નહીં કરશે.
હોસ્પિટલમાં ખૂટી રહ્યા છે બેડ? BMCએ ખાનગી હોસ્પિટલને લઈને લીધો આ નિર્ણય; જાણો વિગત
ડાઉન સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેન બપોરના 2 વાગ્યા બાદ મુલુંડ અને કલ્યાણ સ્ટેશન વચ્ચે ફાસ્ટ ડાઉન લાઈન પર દોડશે. જે કલવા, મુંબ્રા, કોપર અને ઠાર્કુલી સ્ટેશન પર હોલ્ટ નહીં કરશે.
આ અગાઉ બે જાન્યુઆરીના પણ થાણે-દિવા વચ્ચે 24 કલાકનો આ મુજબનો બ્લોક રેલવેએ હાથ ધર્યો હતો.
બ્લોક દરમિયાન અનેક ટ્રેનો રદ કરવામાં આવશે. તો અનેક ટ્રેનો તેના નિયમ સમય કરતા મોડી દોડશે. બ્લોક દરમિયાન સ્થાનિક પ્રશાસનની મદદથી સંબંધિત સ્ટેશનોથી વધારાની બસ દોડાવવામાં આવશે.
બ્લોક દરિમયાન જ એટલે કે સાત જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધીના સમયગાળા માટે બહાર ગામની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં સાત જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી દોડનારી 12112 અમરાવતી મુંબઈ એક્સપ્રેસ, 12140 નાગપૂર મુંબઈ સેવાગ્રામ એક્સપ્રેસ, 1611 નાંદેડ મુંબઈ રાજરાની એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. એ સિવાય આઠથી નવ જાન્યુઆરી સુધી દોડનારી એક્સપ્રેસ્ ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે, જેમાં 11007-11008 મુંબઈ-પુણે-મુંબઈ ડેકન એક્સપ્રેસ, 12071-12072 મુંબઈ-જાલના-મુંબઈ જનશતાબ્દી એક્સપ્રેસ, 12109 મુંબઈ-મનમાડ-મુંબઈ પંચવટી એક્સપ્રેસ, 11401 મુંબઈ અદિલાબાદ નંદીગ્રામ એક્સપ્રેસ. 12123-12124 મુંબઈ-પુણે-મુંબઈ ડેકન ક્વીન, 12111 મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ. 12139 મુંબઈ-ગડાગ એક્સપ્રેસ, 17612 મુંબઈ નાંદેડ-રાજરાણી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. અમુક ટ્રેનના રૂટ ટુંકાવી નાખવામાં આવવાના છે.