ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
સમાજમાં ધીમે ધીમે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. બ્રેન ડેડ દર્દીના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેશન કરવાના બનાવ વધી રહ્યા છે. મુંબઈમાં આખા વર્ષ દરમિયાન અત્યાર સુધી ઓર્ગન ડોનેશનના 33 કેસ થઈ ગયા છે. ગયા આખા વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે ઓર્ગન ડોનેશનના કેસ ઓછા નોંધાયા હતા.
18 ડિસેમ્બરના મુંબઈમાં પરેલમાં ખાનગી હોસ્પિટલમાં 51 વર્ષના દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેના પરિવારજનોએ તેના અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેને પગલે તેના શરીરમાંથી બે કીડની અને લીવરનું ડોનેશન કરવામાં આવતા ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.
મુંબઈમા કોવિડ મહામારી પહેલા ઓર્ગન ડોનેશનનું પ્રમાણ વધુ હતું. જોકે છેલ્લા બે વર્ષમાં અમુક કારણોવશ તેમાં ઘટાડો થયો છે. 2020થી અવયવદાનમાં 50 ટકાનો ઘટાડો થયો હોવાનું ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન કિમિટીનું કહેવું છે.
હેં! મુંબઈમાં આટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર, મુંબઈ મહાનગરપાલિકાનો ચોંકાવનારો ખુલાસો.જાણો વિગત