News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં હાલ સ્વચ્છતા માટે બીએમસીએ ( BMC ) ઘણા પગલાઓ હાથ ધરી રહી છે. તેમજ સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign) અંતર્ગત પાલિકાના વહીવટીતંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકો દ્વારા ભીનો અને સૂકો કચરો ( garbage ) અલગ કરવામાં આવતો નથી. તેથી ડમ્પિંગ ગ્રાઉન્ડ ( Dumping ground ) પર કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરાના આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, હવે બીએમસી મુંબઈની સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ભીનો અને સૂકા કચરાપેટીઓ પૂરા પાડશે. પાલિકાના ડેપ્યુટી કમિશનર કચરાપેટીઓ ( Trash cans ) આપવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જે સોસાયટીઓને કચરાપેટીની જરૂર હોય તેઓ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા મહાનગરપાલિકાએ એક વોટ્સએપ નંબર જારી કર્યો છે, જેના પર સોસાયટીઓને અરજી કરવા વિનંતી કરવામાં આવી છે. અરજીના પૂર્ણ થયાના 10 દિવસમાં બે કચરાપેટીઓ આપવામાં આવશે.
FREE FREE FREE
BMC to distribute Two Free of Cost 120 litre Garbage Bins for housing societies in Mumbai interested in WET & DRY segregation of garbage.
Interested societies to contact Local wards or Whatsapp on 7030079777.#Mumbai#SwachhMumbai#मुंबई pic.twitter.com/pnXVbsGyMe
— मुंबई Matters™ (@mumbaimatterz) January 10, 2024
નોંધનીય છે કે મુંબઈમાં દરરોજ 6 હજાર મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે, હવે પાલિકાએ સોસાયટીને 120 લિટરની બે કચરાપેટીઓ મફતમાં આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, કચરાની સમસ્યાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી બીએમસી સોસાયટીઓ અને સ્લમ વિસ્તારોમાં ભીનો અને સૂકા કચરો ( Wet & Dry Garbage ) રાખવા માટે બે અલગ-અલગ ડબ્બા આપવામાં આવશે.અત્યાર સુધી મહાનગરપાલિકા કોર્પોરેટરો દ્વારા કચરાપેટીઓ પૂરી પાડતી હતી. બે વર્ષથી પાલિકા પાસે કોઈ કોર્પોરેટર ન હોવાથી, હવે મહાનગરપાલિકા પોતે કચરાપેટીઓ આપશે. મહાનગરપાલિકાએ આ માટે 1 લાખ 20 હજાર કચરાપેટીની ખરીદી કરી છે. પાલિકાએ આ 1 લાખ 20 હજાર કચરાપેટી માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Flying Car: જાપાનની આ ફલાઈંગ કાર પહોંચી વાઈબ્રન્ટ ગુજરાતમાં.. જાણો શું છે આ ફલાઈંગ કારની વિશેષતાઓ.. જુઓ વિડીયો…
મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે…
પ્રાપ્ત માહિતી મુજબ, પાલિકાએ આ અંગે એક વોટ્સએપ નંબર 7030079777 પણ જાહેર કર્યો છે. સોસાયટી અને સ્લમ વિસ્તારમાં રહેલા લોકોને આ નંબર પર કચરાપેટી માટે અરજી મોકલવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, જો લોકો બન્ને કચરા અલગ અલગ રાખશે, તો મહાનગરપાલિકાના કચરો ભરતા વાહનો પણ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ઉપાડશે. જો સોસાયટી સૂકો અને ભીનો કચરો અલગ નહીં કરે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
