ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
21 જાન્યુઆરી 2021
મુંબઈ શહેર ના જાણીતા ગુજરાતી રેડિયો જોકી ને “Gujju" શબ્દ વાપરવો ભારે પડ્યો છે. માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટરે વિચિત્ર કારણોસર તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કારણ સાંભળીને નવાઈ લાગશે પણ મુંબઈના આર.જે. કરણ મેહતાનો આરોપ છે કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ એટલે બંધ કરી દેવાયુંં હતું. કારણ કે તેે મુંબઈમાં કામ કરતા હતા અને એમને પોતાના શોનું નામ ગુજરાતીમાં રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે થોડા દિવસ અગાઉ એક શો લોન્ચ કર્યો હતો અને તેમના શોનું નામ: આપણો કરન-GUJJU રાખ્યું હતું.
કરણે આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસો અગાઉ શોના નામ માટે તેને ટ્વિટર પર ટ્રોલ કરાયો હતો અને મરાઠી ભાષીકોએ તેની ઠેકડી ઉડાવી હતી. આ ઉપરાંત તેને એમ પણ કહેવામાં આવ્યુ હતુંં કે, ‘મુંબઈમાં રહિને તે માત્ર મરાઠી ભાષાનો ઉપયોગ કરે, ગુજરાતી ભાષાનો પ્રયોગ તે ગુજરાતમાં જઈ કરે.’
આર.જે. કરણને આંચકો ત્યાર લાગ્યો કે જ્યારે માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર તરફથી તેને મેસેજ આવ્યો કે, ‘Account Suspended – Twitter Suspends Account That Violate The Twitter Rules.’ જોકે ટ્રોલ કરનાર અજાણી વ્યક્તી વિશે કરણે ટ્વિટરમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ટ્વિટર એકાઉન્ટ ફરી એકટીવ કરી દેવાયુ હતું.
