News Continuous Bureau | Mumbai
Uddhav Thackeray Matoshree: શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુંબઈ ખાતેના નિવાસસ્થાને માતોશ્રીમાં રવિવારે 4 ફૂટ લાંબો કોબ્રા (Cobra found in Matoshree) જોવા મળતા હોબાળો મચી ગયો હતો. બપોરે 1.30 વાગ્યાની આસપાસ સાપ મળી આવ્યા બાદ શિવસૈનિકો દ્વારા વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન એન્ડ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. તેને પકડવા માટે નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી હતી. માતોશ્રીના પાર્કિંગમાં કોબ્રા જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ (Rescue team) દ્વારા કોબ્રા(Cobra) ને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે સ્નેક ફ્રેન્ડ અતુલ કાંબલે અને રોશન શિંદેએ સાપને સુરક્ષિત રીતે પકડી લીધો અને બધાએ રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ સર્પમિત્રોએ સાપને તેના સુરક્ષિત કુદરતી રહેઠાણમાં છોડી દીધો હતો. આ આખું ઓપરેશન ઉદ્ધવ ઠાકરેની સામે ચાલ્યું, જે દરમિયાન તેમનો નાનો પુત્ર તેજસ ઠાકરે પણ હાજર હતા.
જુઓ વિડીયો
Dangerous cobra was found in #Matoshree's parking slot. #snake #cobra #Mumbai #Maharashtra #UddhavThackeray @OfficeofUT @UdhavThackeraypic.twitter.com/AfTQsIKLrr
— Priyathosh Agnihamsa (@priyathosh6447) August 7, 2023
આ સમાચાર પણ વાંચો : Indian Oil Price: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પછી રશિયન તેલની કિંમતમાં મોટો ઘટાડો.. જુઓ સંપુર્ણ ડેટા સહિત વિગતવાર માહિતી અહીં…
ઉદ્ધવ ઠાકરેએ સર્પમિત્રોનો આભાર માન્યો હતો
સાપને પકડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ સર્પમિત્રો અતુલ કાંબલે અને રોશન શિંદેનો આભાર માન્યો હતો. આ સાપ પાણીની ટાંકી પાછળ છુપાયેલો હતો. તેની લંબાઈ લગભગ 4 ફૂટ હતી, જે ઝેરી કોબ્રા પ્રજાતિનો હોવાનું કહેવાય છે.
સાંસદ સંજય રાઉતના બંગલામાં પણ ઘૂસી ગયો હતો એક સાપ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુંબઈમાં ઠાકરેના સાંસદ સંજય રાઉતના બંગલામાં પણ એક સાપ ઘૂસી ગયો હતો. હંમેશની જેમ સંજય રાઉતે ભાંડુપમાં પોતાના બંગલે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સ બાદ તેમના બંગલાના પરિસરમાં એક સાપ જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે સંજય રાઉત બોલી રહ્યા હતા ત્યારે તેમની ખુરશીથી થોડે દૂર સાપ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.