ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
સેલિબ્રિટીઝ, રાજકરણી, ક્રિયેટર્સ સહિત પબ્લિક ફિગર પર કોઈ પણ પ્રકારની કમેન્ટ કરતાં પહેલાં એક વખત વિચાર કરજો. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુકે જાહેર કર્યું છે કે આ લોકોને ટાર્ગેટ કરનારી ગંભીર સેક્શુયલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાંધાજનક પોસ્ટ કરનારાઓના ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવશે. કંપનીની હરેસમેન્ટ પૉલિસીના ભાગ તરીકે એને ગણાવવામાં આવ્યું છે. આવા કન્ટેન્ટને તાત્કાલિક ફેસબુક દૂર તો કરશે પણ વાંધાજનક પોસ્ટને ફેસબુક દ્વારા તાત્કાલિક બ્લૉક પણ કરી દેવામાં આવશે.
મુંબઈના ઘાટકોપરમાંથી આટલા કિલોનો ગાંજો પોલીસે કર્યો જપ્ત : બેની કરી ધરપકડ; જાણો વિગત
ફેસબુકના અગ્રણી અધિકારી એન્ટિગોન ડેવિસે સત્તાવાર રીતે નિવેદન આપતાં કહ્યું હતું કે પબ્લિક ફિગર, રાજકારણી, પત્રકાર કે પછી કોઈ સેલિબ્રિટી અથવા ક્રિયેટર. આવી વ્યક્તિઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ફોલોઅર્સ સાથે ડાયરેકટ જોડાવા માટે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. ફેસબુકની બુલિંગ ઍન્ડ હરેસમેન્ટ પૉલિસી સમાજના પબ્લિક ફિગર્સ અને ખાનગી વ્યક્તિઓના ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને લોકો સમક્ષ રજૂ કરે છે. એથી હવે અમારા પ્લૅટફૉર્મ પર વિવિધ પદ પર રહેલી વ્યક્તિઓને બદનામ કરનારાં ઍકાઉન્ટ્સ તથા તેમની હરેસમેન્ટ કરનારી જુદી જુદી પ્રકારની પોસ્ટને બ્લૉક કરવામાં આવશે. બદનામ કરનારી લિન્ક ફેસબુક પરથી કાઢી નાખવામાં આવશે. કોઈની પણ બદનામી થાય નહીં માટે ફેસબુક કાળજી લેશે.