News Continuous Bureau | Mumbai
Vande Bharat Express : ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ના મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પર સમય માં પરિવર્તન
મુસાફરોની સુવિધા માટે 23 માર્ચ, 2025 થી પ્રતિષ્ઠિત ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. તે જણાવવું યોગ્ય છે કે આણંદ સ્ટેશન પર વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પર ટ્રેન નંબર 20902 ના સમયમાં પરિવર્તન થશે .
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, 23 માર્ચ, 2025 થી, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર 10.38 કલાકે પહોંચશે અને 10.40 વાગ્યે રવાના થશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Tree Cutting : મુંબઈના પર્યાવરણની કોઈ ચિંતા નથી… ચાર મહિનામાં મનપાના કોન્ટ્રાક્ટરોએ 2,500 વૃક્ષોના મૂળ ઉખાડી નાખ્યા!
એ જ રીતે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર 15.30 કલાકે પહોંચશે અને 15.32 કલાકે પ્રસ્થાન કરશે. વધારાના સ્ટોપેજને કારણે, અમદાવાદ સ્ટેશન પર ટ્રેનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે અમદાવાદ સ્ટેશન પર 14.50/15.00 કલાક ને બદલે 14.45/14.55 કલાકે આગમન/પ્રસ્થાન કરશે. સાથે જ, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 20:25 ને બદલે 20:30 કલાકે પહોંચશે. અન્ય સ્ટેશનો પરના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં.
વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.