ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
મુંબઈ પોલીસની સામાજિક સેવા શાખાના અધિકારીને દ્ગય્ર્ં તરફથી ફરિયાદ મળી હતી કે બારમાં કોવિડ-૧૯ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બારમાં ભારે ભીડ એકઠી થાય છે અને ગ્રાહકો દરરોજ લાખો રૂપિયા ખર્ચે છે. બાર ગર્લ્સના કારણે બાર આખી રાત ખુલ્લુ રહે છે અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નથી. ફરિયાદના આધારે પોલીસે શનિવારે મોડી રાત્રે બાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે બારમાંથી એક પણ બાર ગર્લ મળી ન હતી. આ પછી પોલીસે બારના બાથરૂમ, સ્ટોરેજ રૂમ, કિચન અને અન્ય ઘણી જગ્યાઓ પર શોધખોળ કરી, પરંતુ તેમને બાર ગર્લ ક્યાંય ન મળી. કેટલાક કલાકો સુધી પોલીસે બાર સ્ટાફની પૂછપરછ કરી પરંતુ તેઓએ કહ્યું કે અહીં કોઈ બાર ગર્લ નથી. સવાર પડતાં જ સમાજ સેવા શાખાના ડીસીપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રવિવારે સવારે ફરી એકવાર બારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મેક-અપ રૂમમાં પોલીસને શંકાસ્પદ અરીસો મળ્યો. પોલીસે હથોડી વડે કાચ તોડવાનું શરૂ કર્યું હતું. તેની પાછળ એક દરવાજાે હતો જે રિમોટ વડે કંટ્રોલ થતો હતો. જ્યારે પોલીસે તે દરવાજાને મહામહેનતે ખોલ્યો તો અંદરથી એક પછી એક ૧૭ યુવતીઓને બહાર કાઢવામાં આવી. હાલમાં પોલીસ સિક્રેટ રૂમના રિમોટ કંટ્રોલને શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ આ ઘટના સાથે જાેડાયેલા ૨૦ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને બારને સીલ કરી દેવામાં આવ્યું છે.મુંબઈના અંધેરી વિસ્તારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંયા એક સિક્રેટ રૂમમાંથી ૧૭ બારગર્લ્સને પકડવામાં આવી છે. આ છોકરીઓને અહીં બનેલા મેકઅપ રૂમની અંદર સિક્રેટરૂમમાં છુપાવામાં આવી હતી. પોલીસને તેને શોધવામાં ૧૫ કલાકનો સમય લાગ્યો હતો. જ્યાં છોકરીઓને સંતાડવામાં આવી હતી ત્યા ખાવા પિવાથી લઈને તમામ સુવિધાઓ હાજર હતી.
મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર : હવે મોડી રાત્રે રેલવે સ્ટેશન બહાર પણ વેક્સિનેશન થશે
#મુંબઈપોલીસ ની ગજબ #કાર્યવાહી, એક બાર માં 15 કલાક ની #રેડ ચાલી. છેલ્લે કાચ તોડ્યો અને ૧૭ #છોકરીઓ મળી. જઓ ચોંકાવનારો #વિડીયો… #Mumbaipolice #bargirls #raid #viralvideo pic.twitter.com/NHlbAcdX81
— news continuous (@NewsContinuous) December 14, 2021