News Continuous Bureau | Mumbai
ઉનાળાનું વેકેશન(Summer vacation) ચાલુ થઈ ગયું છે, તેથી પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે સ્પેશિયલ ટ્રેન(Special train) દોડાવી રહી છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) – કાનપુર અનવર ગંજ, બાંદ્રા ટર્મિનસ(bandra terminus) – ઉદયપુર અને ઉધના – રેવા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવવાની છે.
પશ્ચિમ રેલ્વેના(Western railway) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09185/09186 મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ(Superfast special) (સાપ્તાહિક) [12 ટ્રીપ]
ટ્રેન નંબર 09185 મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવારે મુંબઈ સેન્ટ્રલ થી 11.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે કાનપુર અનવરગંજ પહોંચશે. આ ટ્રેન 7મી મે, 2022 થી 11મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09186 કાનપુર અનવર ગંજ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવારે કાનપુર અનવરગંજથી 18.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 8મી મે, 2022 થી 12મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ અને બિલ્હૌર સ્ટેશનો પર બંને દિશામાં થોભશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ નો સમાવેશ થાય છે.
2) ટ્રેન નંબર 09067/09068 બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [14 ટ્રીપ]
ટ્રેન નંબર 09067 બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવારે બાંદ્રા ટર્મિનસ થી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.55 કલાકે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન બે મે, 2022થી 13મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09068 ઉદયપુર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવારે ઉદયપુરથી 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 3 મે, 2022 થી 14મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસોર, નિમચ, ચિત્તોરગઢ, ફતેહનગર, માવલી અને રાણા પ્રતાપ નગર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : રેલવે પ્રશાસને નાળા સફાઈની જોરદાર તૈયારીઓ આદરી હવે પ્લેટફોર્મ અને ટ્રેક પર કામ કરી રહ્યા છે જેસીબી મશીન.. જાણો વિગતે.
3) ટ્રેન નંબર 09045/09046 ઉધના – રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [14 ટ્રિપ]
ટ્રેન નંબર 09045 ઉધના – રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ શુક્રવારે ઉધનાથી 08.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.00 કલાકે રીવા પહોંચશે. આ ટ્રેન 6 મે, 2022 થી 17 જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09046 રીવા – ઉધના સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવારે રીવાથી 06.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.55 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 7મી મે, 2022થી 18મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, હરદા, ઈટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09067 અને 09045નું બુકિંગ 30મી એપ્રિલ, 2022થી શરૂ થશે અને ટ્રેન નંબર 09185નું બુકિંગ બીજી મે 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ(Website) પર ખુલશે. ઉપરની ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે.
હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.