News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવેમાં(Central Railway) પ્રવાસીઓના વિરોધને પગલે એસી સર્વિસ ટ્રીપ(AC Train service) ઘટાડવામાં આવી છે. તેની સામે વેસ્ટર્ન રેલવેએ(Western Railway) એસી લોકલની(AC Local) 20 સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે. એ સિવાય નોન એસી ટ્રેનની સેવા(Non AC train service) પણ વધારવામાં આવવામાં હોવાનું જાણવા મળ્યું છે.
વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસીઓએ એસી લોકલને સારો પ્રતિસાદ આપ્યો છે. ચાલુ મહિનામાં જ એસી લોકલના દૈનિક પ્રવાસીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. તેથી વેસ્ટર્ન રેલવેને એસી લોકલની નવી ફેરીઓને પણ પ્રવાસીઓ વધવાની અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ગણેશોત્સવની ધૂમ- રાજયના સહુથી ઊંચા એટલે કે ખેતવાડી ગણેશોત્સવ મંડળના ગણપતિ બાપ્પાની મૂર્તિનું થયું આગમન- જુઓ ફોટોગ્રાફ્સ
વેસ્ટર્ન રેલવેના અધિકારીના કહેવા મુજબ નોન એસી લોકલના પ્રવાસીઓને સગવડને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરથી સાદી લોકલ ટ્રેનની ફેરી વધારવાની યોજના છે. એ સાથે જ ચર્ચગેટથી વિરાર(Churchgate to Virar) વચ્ચે એસી લોકલની પણ ફેરી વધારવાની યોજના છે.
હાલ ચર્ચગેટથી દહાણુ વચ્ચે વેસ્ટર્ન રેલવેમાં દરરોજ 30 લાખ લોકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનોની(Local train) કુલ 1375 ફેરી થાય છે, તેમાંથી 48 ફેરી એસી ટ્રેનની છે.