Yoga Day: પરજીયા સોની બહેનો દ્વારા યોગ દિવસ ઉજવાયો, સાથે આનંદ મેળામાં અનેક જ્ઞાતિ બહેનો દ્વારા લઘુ ઉદ્યોગ અને વાનગીઓનું વેચાણ અને પ્રદર્શન થયું

Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોરીવલી ખાતે નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા યોગ દિવસ ઉજવાયો.

News Continuous Bureau | Mumbai

Yoga Day:  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોરીવલી ( Borivali ) ખાતે નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા યોગ દિવસ ઉજવાયો.  સંસ્થાના પ્રમુખ નીલા બેન સોની એ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા યોગ ને આંતરરાષ્ટ્રીય દિવસનું ( International Yoga day )  બહુમાન મળ્યું તે આપણે સહુએ ગૌરવ લેવા જેવી બાબત છે.

Join Our WhatsApp Community
Yoga Day was celebrated by Parajiya Soni sisters, along with sale and display of handicrafts and delicacies by multi-caste sisters in the Anand Mela.

Yoga Day was celebrated by Parajiya Soni sisters, along with sale and display of handicrafts and delicacies by multi-caste sisters in the Anand Mela.

યોગ ( Yoga ) જીવનનો એક મહત્વનો ભાગ હોવો જોઈએ એ ઉદ્દેશ્ય થી યોગ ગુરુ શ્રીમતી જલ્પા બેન ધકાણ દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યા. અને અનેક સરળ આસનો વિશે અભ્યાસ કરાવવામાં આવ્યા. આ પ્રસંગે કુલ ૩૫૦ બહેનોએ યોગ અભ્યાસમાં ભાગ લીધો.

સાથે સાથે આનંદ મેળામાં ઘરેથી વ્યવસાય ચલાવતી અનેક બહેનોએ વિવિધ ગુજરાતી વાનગીના સ્ટોલ લગાવ્યા તેનું વેચાણ કર્યું.

ઉપસ્થિત બહેનોએ ઘરની બનાવેલ ગુજરાતી વાનગીઓની મજા માણી.

Yoga Day was celebrated by Parajiya Soni sisters, along with sale and display of handicrafts and delicacies by multi-caste sisters in the Anand Mela.

સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રો, ઇમીટેશન જ્વેલરી, ચોકલેટ્સ, ખાખરા  જેવી અનેક વસ્તુના પ્રદર્શન અને વેચાણ થી આત્મનિર્ભર મહિલાનો સંદેશ પણ બહેનોએ ( Women ) સમાજને આપ્યો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Accident : મુંબઈના જેજે ફ્લાયઓવર પર સ્કૂલ બસનો ગમખ્વાર અકસ્માત, આટલા બાળકો ઘાયલ; જુઓ વિડીયો

આ પ્રસંગે યોગ ગુરુ જલ્પા બેન, પ્રૌઢ વયે શિક્ષા પ્રાપ્ત કરનાર ભારતી બેન ચોકસી, અને નેચરોપેથ શ્રી ચંદ્રકાંત ભાઈ સોલંકીનાં સન્માન પણ નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા કરવામાં આવ્યા.

Yoga Day was celebrated by Parajiya Soni sisters, along with sale and display of handicrafts and delicacies by multi-caste sisters in the Anand Mela.

નીલાબેન સોની, વીણા બેન જગડા, અનુરાધા બેન સોની, ગીતા બેન સાગર, સોનલ સાગર, જ્યોત્સના રાઠોડ, જાનવી જગડા સહુએ ઘણી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Yoga Day was celebrated by Parajiya Soni sisters, along with sale and display of handicrafts and delicacies by multi-caste sisters in the Anand Mela.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version