News Continuous Bureau | Mumbai
Surat: રાજ્યમાં અકસ્માત ( accident ) કે આપત્તિનાં ( disaster ) સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને ( Injured-sick person ) તાત્કાલિક સારવાર ( Immediate treatment ) પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ( Ambulance services ) પ્રારંભ વર્ષ ૨૦૦૭થી થયો હતો. ગમે તેવી ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા ( Emergency Health Services ) પહોંચાડી છે. આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની ( ambulance ) સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે આ સેવા આશીર્વાદ રૂપ બની છે.
સુરત જિલ્લામાં ૨૦૨૩ની વાત કરીએ તો ૧,૨૨,૨૭૦ લોકો માટે જીવન સંજીવની સાબિત થઈ છે. ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા ૧૬ વર્ષથી ગુજરાતના ( Gujarat ) લોકો માટે જીવન સંજીવની સાબિત થઈ રહી છે.

108 emergency services in Surat city-district became life-saving for 1,22,270 people in the year 2023 ૧૦૮ ઇમર્જન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, ખાસ કરીને સગર્ભાને લગતી ઇમરજન્સીના કેસ ૨૧,૫૬૭, શ્વાસ લેવામાં તકલીફ પડવી ૭૮૯૨, હ્રદયને રોગને લગતા ૫૩૪૮, રોડ અકસ્માતને લગતા ૧૬૧૫૨ કેસ, પેટમાં દુખાવાને લગતા ૧૮૩૬૧ કેસો, તાવના ૮૧૨૬ તથા અન્ય ઇમરજન્સીના કેસો મળી કુલ ૧,૨૨,૨૭૦ ઈમરજન્સીના સમયે પ્રતિસાદ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો હાલ જિલ્લાની અંદર કુલ ૬૨ જેટલી ૧૦૮ ઈમરજન્સી સેવા તેના ૨૪૦ જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર લોકોની સેવામાં તત્પર અને તૈયાર રહે છે. ૧૦૮ ઇમરજન્સી સેવા સુરત ૨૦૨૩માં ખરા અર્થમાં લોકો માટે જીવન સંજીવની સાબિત થઈ છે. આવનારા વર્ષમાં પણ લોકો માટે આ સેવા અવિરત પણે પોતાનું યોગદાન આપતી રહેશે. ટેકનોલોજીનાં માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ ગુજરાત” નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરાઈ છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન ન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે.

108 emergency services in Surat city-district became life-saving for 1,22,270 people in the year 2023
આ સમાચાર પણ વાંચો : Qatar Indians: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, ફાંસીની સજા પર લાગી રોક
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.