Surat: સુરત જિલ્લાના ખેડૂતોને ડાંગર પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની માર્ગદર્શિકા

Surat:  ડાંગર પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા સુરત જિલ્લાના ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 

by Hiral Meria
District Agriculture Officer Guidelines to sensitize the farmers of Surat district for integrated pest and disease management in paddy crop

News Continuous Bureau | Mumbai

Surat:  ડાંગર પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા સુરત જિલ્લાના ખેડૂતોને ( Farmers ) માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ( District Agriculture Office ) કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  

Surat:  ડાંગર પાકમાં ( paddy crop )  રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના પગલાં:

સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે મહદાંશે પ્રતિકારક શક્તિ ધરાવતી નર્મદા, જીએઆર-૩,૧૩ અને ૧૪, જીઆર-૨૧ અને ૧૦૧, ગુર્જરી, મહીસાગર જેવી જાતોનું વાવેતર કરવું. ડાંગરની રોપણી ( Paddy planting ) વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી, ડાંગરની ચૂસીયાં (બદામી ચૂસીયા અને સફેદ પીઠવાળા ચુસીયા) પ્રતિકારક જાતોનું વાવેતર કરવું, શક્ય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં ફેરરોપણી કરવાથી ડાંગરના પાકમાં ગાભમારાની ઇયળ બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચુસીયાનો ઉપદ્રવ ઘટાડી શકાય. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં કારટેપહાઈડ્રોક્લોરાઈડ ૪જી દાણાદાર દવા, ૪-૫ કિ.ગ્રા./વિઘા મુજબ ધરુ નાખ્યા બાદ પંદરમાં દિવસે ધરૂવાડિયામાં રેતી સાથે મિશ્ર કરી આપવી. ડાંગરની ફેરરોપણી કરતી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવી જેથી પાનની ટોચ ઉપર રહેલાં ઈંડાના સમૂહનો નાશ કરી શકાય. ડાંગરના ચૂસિયાનો ઉપદ્રવ જોવા મળેથી તરત જ ક્યારીમાંથી પાણી નિતારીને કોરુ ભીનું કરવું. ડાંગરમા ક્વૉર્ટમ(લશ્કરી ઇયળ)ના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં સમયાંતરે પાણી ભરવાથી ઇયળો જમીનમાંથી બહાર આવશે અને પક્ષીઓ દ્વારા ખવાઈ જશે. ત્યારબાદ જરૂરી નિતાર વ્યવસ્થા ગોઠવવી તેમજ ધરૂવાડિયાની ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઇ ખોદવી જેથી ઇયળોનો પ્રવેશ અટકાવી શકાય.

આ સમાચાર  પણ વાંચો: National Stock Exchange: NSEએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ, શેરબજારમાં રિકવરી આવતા એક દિવસમાં 1,971 કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન..

Surat:  સંકલિત રોગ વ્યવસ્થાપન માટેનાં પગલાં: 

રોગમુક્ત, તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું, નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ( fertilizers ) ભલામણ કરતા વધારે વપરાશ કરવો નહીં, ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા, ડાંગરમાં કરમોડી/ ખડખડિયો(બ્લાસ્ટ)ના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જીએઆર ૧-૨-૩-૧૩-૧૪, મહીસાગર, જીઆર-૬-૭-૧૨-૨૧-૧૦૧-૧૦૨-૧૦૪નું વાવેતર કરવું. પર્ણચ્છેદ કહોવારો(શીથ રોટ) માટે મસુરી, જીઆર-૧૨-૧૫-૧૦૪, જીએઆર ૧-૨-૩-૧૩-૧૪-૨૨, મહીસાગર, આઈઆર-૬૪, જીએનઆર-૩-૬૪, જીઆરએચ ર જેવી રોગપ્રતિકારક જાતો વાવવી. ધરું નાખતા પહેલા બીજને એક કિલોગ્રામ દીઠ ૨-૩ કિ. ગ્રામ કાર્બેન્ડેઝીમ ૫૦ વે. પા. નો પટ આપવો. ગલત અંગારીયો અથવા ફોલ્સ સ્મટના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા ૨૦ ટકા મીઠાના દ્રાવણમાં ૧૦ મિનીટ બોળવાથી ઉપર તરતા હલકા અને અંગારિયા વાળા રોગીષ્ટ બીજ દૂર કરી નાશ કરવો. અને ૧ કિલોગ્રામ બીજ દીઠ ૨-૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા અથવા ૨૫ ગ્રામ થાયરમ ૭૫ ડબલ્યુ.એસનો પટ આપવો. વધુમાં, વધુ. જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય તેવા વિસ્તારમાં બે વર્ષ સુધી ડાંગરનો પાક ના લેતા પાકની ફેરબદલી કરવી. ડાંગરનો પાઈચ્છેદ સુકારો (શીથ બ્લાઇટ) રોગના નિયંત્રણ માટે ડાગરની રોપાણી પહેલા ઈકડનો લીલો પડવાશ, છાણિયું ખાતર અથવા જુદા જુદા કોઈ પણ ખોળ જમીનમાં આપવા તેમજ ડાંગરના છોડની પહોળા ગાળે રોપણી કરવી. પાનનો સુકારો/ ઝાળ અથવા બેક્ટેરિયલ બ્લાઈટ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતો જેવી કે મસુરી, ગુર્જરી, જીએઆર ૧૩-૨૨, જી. આર ૧૪-૨૧, મહીસાગરની વાવણી કરવી. પાનના સુકારા માટે ૨૫ કિ.ગ્રા. બીજ ને ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકિલન વાળા દ્રાવણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયે સૂકવી કોરા કરીને વાવવા. લોહતત્વની ઉણપથી થતો ઘરૂનો કોલાટ/પીળીયો રોગ અને ઝીંક તત્વની ઉણપથી થતો ત્રાંબિયો રોગના નિયંત્રણ માટે ધરૂવાડીયામાં સેન્દ્રીય ખાતરો જમીનમાં અવશ્ય નાખવા. જે જમીનમાં ઝીંક તત્વની ઉણપ દર વર્ષે જાણાતી હોય ત્યાં રોપણી અગાઉ જમીનમાં ધાવલ કરતી વખતે હેકટર દીઠ ૧૨.૫ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પાયાના ખાતર સાથે પંખીને આપવું. ધરૂવાડિયામા ધરૂનો કોલાટ અથવા પિળિયો રોગ આવેથી તેના નિયંત્રણ માટે પાણી ભરવાની પૂરતી સગવડ ન હોય તો ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ અથવા હીસકણી+૨૦ ગ્રામ ચુનાના મિશ્ર દ્રાવણનો (આગલી રાત્રે યુનાનું દ્રાવણ બનાવી બીજા દિવસે નિતર્યા પાણીનો ઉપયોગ કરવો) ઉપયોગ ધરૂવાડિયામાં પાન ઉપર છંટકાવ કરવો, ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ફેકટરે ૫૦ કિલોગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવો.

આ સમાચાર  પણ વાંચો: Surat : સુરત શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું

            વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલો ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા.  આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More