GSEB Result 2025 : ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ સમગ્ર રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓ A-1 અને A-2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યા

GSEB Result 2025 : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સુરત જિલ્લાના ૨૪૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યોઃ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૧૬૭૨ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યોઃ

by kalpana Verat
GSEB Result 2025 Std. 12 Science and General Stream results declared, Surat students stood first in Science and General Stream across the state with A-1 and A-2 grades

 News Continuous Bureau | Mumbai

GSEB Result 2025 : 

  • રાજ્યભરમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓએ A-૧ અને A-૨ ગ્રેડ મેળવી રાજ્યમાં ડંકો વગાડ્યો

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષા તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ૧,૦૦,૫૭૫ વિદ્યાર્થીઓ પૈકી સુરત જિલ્લામાં ૧૪,૧૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના ૮૩.૫૧ પરિણામ આવ્યું છે, જયારે સુરત જિલ્લાનું ૮૬.૫૦ ટકા પરિણામ આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં ૮૩૧ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે, જે પૈકી સુરત જિલ્લાના ૨૪૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૯.૭૨ ટકા થાય છે. જયારે રાજ્યમાં ૮૦૮૩ એ-૨ ગ્રેડ મેળવ્યો છે જે પૈકી સુરતના ૧૬૨૨ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૦.૦૭ ટકા છે. આમ એ-૧ અને એ-૨ ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહીને સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંડો વગાડ્યો છે. સુરત જિલ્લાના ૨૪૫૭ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ, ૨૫૬૬ વિદ્યાર્થીઓએ બી-૨, ૨૬૨૯ વિદ્યાર્થીઓએ સી-૧ અને ૨૧૭૫ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ મેળવ્યો છે.

સામાન્ય પ્રવાહ

ધો.૧૨ સામાન્ય પ્રવાહની વિગતો જોઈએ તો, સમગ્ર રાજ્યમાં ૩,૬૨,૫૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં સુરત જિલ્લાના ૪૧,૮૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યનું ૯૩.૦૭ ટકા પરિણામ આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું ૯૩.૯૭ ટકા પરિણામ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Prachi Nayak :ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦% સાથે ઝળહળતી સફળતા મેળવી

સમગ્ર રાજ્યમાં ૫૬૬૦ વિદ્યાર્થીઓએ A-૧ ગ્રેડ મેળવ્યો છે. જે પૈકી સુરત જિલ્લાના ૧૬૭૨ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૯.૫૪ ટકા થાય છે. જયારે રાજ્યમાં ૪૦,૩૩૧ વિદ્યાર્થીઓએ A-૨ ગ્રેડ મેળવ્યો છે જે પૈકી સુરતના ૬,૬૬૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૧૬.૫૪ ટકા છે. આમ A-૧ અને A-૨ ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહીને સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંડો વગાડ્યો છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૯૧૭૯ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ, ૯૯૦૫ વિદ્યાર્થીઓએ બી-૨, ૮૧૯૮ વિદ્યાર્થીઓએ સી-૧ અને ૩૫૦૫ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ મેળવ્યો છે જે બદલ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like