Jari Zardosi Work Training : પોલીસ પરિવારની ૩૦ બહેનોએ જરી-જરદોશી એમ્બ્રોઈડરી વર્કની એક મહિનાની તાલીમ મેળવી, આ બહેનો હવે જરી-જરદોશીની ઉત્પાદનો બનાવશે

Jari Zardosi Work Training :

by kalpana Verat
Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

News Continuous Bureau | Mumbai 

Jari Zardosi Work Training :

  • ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા ‘ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ: જરી-જરદોશીની તાલીમ’નું સમાપન
  • રાજ્યમાં પ્રથમવાર પોલીસ પરિવારની બહેનોએ જરી જરદોશીની તાલીમ મેળવી
  • પોલીસ પરિવારની બહેનો કલા સાથે જોડાઈ પણ કુશળ બને એવો ઉદ્દેશ પ્રશંસાને પાત્ર: મેયર દક્ષેશભાઈ માવાણી
  • બહેનો દ્વારા ઉત્પાદિત જરીજરદોશીની કલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે એક્ઝિબિશનની સુવિધા સાથે માર્કેટ પુરૂ પાડવામાં આવશે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
  • જરી-જરદોશી હેન્ડવર્ક એ સુરતની પ્રાચીન વિરાસત: સંધ્યાબેન ગહલૌત
  • ૩૦ પોલીસ બહેનો, તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ ૩૦ બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ 

 ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની ૩૦ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહલૌતના માર્ગદર્શન હેઠળ જરી-જરદોશીની એક મહિનાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી સુરતની ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ, જરી-જરદોશીની તાલીમનું અઠવાલાઈન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સમાપન થયું હતું.

સમાપન સમારોહમાં વિશેષ ઉપસ્થિત મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને અન્ય મહાનુભાવોના હસ્તે તાલીમ મેળવનાર ૩૦ પોલીસ બહેનો, તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ ૩૦ બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

તાલીમ મેળવ્યા બાદ આ બહેનોએ સ્વઉત્પાદિત જરી જરદોશીની ફ્રેમ, ચપ્પલ, મોજડી, પર્સ-બટવા, બેલ્ટ, ટ્રે, જ્વેલરી બોક્સ, બેન્ગલ બોક્સ, ભગવાનના જરીના વાઘાનું પ્રદર્શન યોજ્યું હતું. જેને ઉપસ્થિત સૌએ નિહાળી બહેનોની કલાને બિરદાવી હતી.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, જરી-જરદોશી વર્કે સુરતને વૈશ્વિક નામના આપી છે. બહેનો સખી મંડળોમાં જોડાઈને સ્વદેશી ઉત્પાદનો થકી આજીવિકા મેળવી રહી છે. બહેનો પોતાની સ્કીલનો ઉપયોગ કરી પગભર થઈ પુરૂષ સમોવડી બની રહી છે, ત્યારે પોલીસ પરિવારની બહેનો પણ કલા સાથે જોડાઈ પણ કુશળ બને એવો ઉદ્દેશ પ્રશંસાને પાત્ર છે.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બહેનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પોતાના દૈનિક ઘરકામ, પરિવાર અને બાળકોની સારસંભાળની સાથે-સાથે વધારાનો સમય ફાળવી બહેનો તાલીમબદ્ધ થઈ છે, ત્યારે સુરતની ઓળખ સમાન જરી-જરદોશી વર્કને જીવંત રાખવાના પ્રયાસો સરાહનીય છે.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, બહેનો દ્વારા તૈયાર થયેલા ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા એક્ઝિબિશનની સુવિધા સાથે માર્કેટ પુરૂ પાડવામાં આવશે. બહેનો પરિવારની મહિલાઓ અને સખી-સહેલીઓ સાથે વિચારો, કલાનું આદાનપ્રદાન કરીને ઉત્પાદનો બનાવશે તો જરીજરદોશી કલા નીખરી ઉઠશે એમ જણાવી વર્કશોપમાં મેળવેલા કૌશલ્યને કાયમી જીવંત રાખવા અનુરોધ કર્યો હતો.

શ્રીમતી સંધ્યાબેન ગહલૌતે કહ્યું હતું કે, જરી-જરદોશી હેન્ડવર્ક એ સુરતની પ્રાચીન વિરાસત છે. બહેનોમાં છૂપાયેલી કળાને પ્લેટફોર્મ આપવાના શુભ આશયથી માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન પરંપરાગત જરી-જરદોશી વર્કની તાલીમ આપવામાં આવી છે. સુરતની પ્રાચીન જરી-જરદોશી હેન્ડવર્ક કલાને જીવંત રાખી પોલીસ પરિવારની બહેનો ફાઝલ સમયનો ઉપયોગ કરી કલા અને પ્રાચીન જરી જરદોશી વર્ક શીખે, ક્રિએટિવ બની આત્મનિર્ભર થાય એ આ તાલીમનો ઉદ્દેશ છે. આજે આપણી તાલીમ પૂર્ણ થતા પોલીસ બહેનોની આત્મનિર્ભર બનવાની સફરની શરૂઆત થઈ છે.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

SGCCIના પ્રમુખ વિજયભાઈ મેવાવાળાએ કહ્યું કે, ચેમ્બરના કાર્યક્રમોમાં અત્યાર સુધી ફૂલોના બુકે, વુડન આર્ટ ગિફ્ટ, ચાંદીની ચીજવસ્તુ, લેપટોપ બેગ કે શિલ્ડ આપવામાં આવતા હતા. પણ હવે દરેક કાર્યક્રમમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલી જરી ફ્રેમવર્ક, ગિફ્ટ આર્ટિકલ અને હેન્ડ વર્કની પ્રોડક્ટથી સ્વાગત કરવામાં આવે છે. બહેનોને પ્રોત્સાહન મળે અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક માર્કેટ મળે એ માટે ચેમ્બર સહયોગી બન્યું છે.

ડી.સી.પી. ભક્તિબા ડાભીએ પોલીસ પરિવારની બહેનો માટે સમગ્ર તાલીમનું વ્યવસ્થાપન અને સંકલન કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં તાલીમ સંદર્ભે અનુભવો, અયોજનની વિગતો પ્રસ્તુત કરી હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

તાલીમનું આયોજન કરનાર અમી હેન્ડીક્રાફ્ટના પ્રમુખ ભાવનાબેન દેસાઈએ સ્વાગત પ્રવચન કરી તાલીમની રૂપરેખા રજૂ કરી હતી. હિમાનીબેન ચોકસીએ આભારવિધિ કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહેલોતના માર્ગદર્શનમાં ૩૦ બહેનોએ ૧૦ દિવસની બેઝિક અને ૩૦ દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ એમ કુલ ૪૦ દિવસની તાલીમ મેળવી હતી. બહેનો આત્મનિર્ભર બને વર્ક ફ્રોમ હોમ, પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ ઉત્પાદનો બનાવી શકે તેવા ઉમદા હેતુથી કતારગામની ૩૦ બહેનોને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટની તાલીમ અપાઈ હતી.

સમારોહમાં અપાયેલા આર્ટીઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : child labour : બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે ઉન ભેસ્તાન વિસ્તારથી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

નોંધનીય છે કે, તાપી નદીને કિનારે વસેલા સુરત શહેરમાં વર્ષો પહેલા વેપારીઓ જરીનો વેપાર કરતા. ટેક્સ્ટાઇલ સિટી સુરતની જરી જગવિખ્યાત છે. સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ GI પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટસ સંસ્થા કાર્યરત બની છે. વર્ષ ૨૦૨૪-૨૫માં આ સંસ્થા દ્વારા ૧૩૫ બહેનોએ કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા તાલીમ મેળવી હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

આ પ્રસંગે મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, ડી.સી.પી. ભક્તિબા ડાભી, સ્પેશિયલ પો.કમિશનર (સેક્ટર-૧)ના વબાંગ ઝમીર, જોઈન્ટ પો.કમિશનર((સેક્ટર-૨) કે.એન.ડામોર, જોઈન્ટ પો.કમિશનર (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સ, ટેક્સટાઇલ મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગના ગુજરાત ઈન્ચાર્જ ગિરીશ સિંઘલ અમી હેન્ડીક્રાફ્ટસના ઝંખના દેસાઈ, માસ્ટર ટ્રેનર રિન્કી ગૌતમ, પોલીસ બહેનોને તાલીમ આપનાર વિશ્રુતિ પટેલ, કતારગામ ખાતે બહેનોને તાલીમ આપનાર જાગૃત્તિ ગાબાણી, જરી એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ કુકડીયા, રૂચિતા જરદોશ, હિરાંગી જરદોશ, વૈશાલી દેસાઈ, નેહલ દેસાઈ, માનસી દેસાઈ, આશય જરદોશ, સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More