News Continuous Bureau | Mumbai
World Heart Day: ૨૯ સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ માંડવીના શિક્ષક ભવન ખાતે યોજાયો હતો.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જીવનમાં યોગનું મહત્વ જણાવીને કહ્યું કે, આધુનિક યુગમાં હૃદય રોગની બીમારી વધી રહી છે ત્યારે દરરોજ યોગાસનો કરીને જીવન સ્વસ્થ રાખવાનો અનુરોધ કર્યો હતો.
આ ( Heart Disease Prevention Campaign ) અવસરે ડોક્ટર શ્રેયસભાઈ અધ્વર્યુંએ હૃદય રોગ વિશે માહિતી આપીને દરરોજ યોગથી રોગમુક્ત રહી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ( Gujarat State Yoga Board ) જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા હૃદય રોગ માટે યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકાના યોગકોચ અંજલીબેન વાંકડા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Rashtriya Poshan Maah: રાંચીમાં કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની ઉપસ્થિતમાં યોજાશે 7માં રાષ્ટ્રીય પોષણ માહ 2024નો સમાપન સમારંભ, અભિયાન અંતર્ગત આટલા કરોડ પ્રવૃત્તિઓનું થયું આયોજન.
આ અવસરે માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, રંજનાબેન મરાઠે સુરત જિલ્લાના કોર્ડીનેટર સુરેશભાઈ ચૌહાણ માંડવીના યોગ કોચ કમલેશભાઈ ચૌધરી સોશિયલ મીડિયા કોર્ડીનેટર હિરલબેન દવે યોગ ( Yoga Shibir ) કોચ હીનાબેન ચાવડા અને ડોક્ટર ભરતભાઈ ભડીયાદરા માંડવીના ( Surat ) નગરજનો વી. કેર. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, યોગ સાધકો હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.