News Continuous Bureau | Mumbai
- વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃ મંત્રી સી.આર.પાટીલ
- વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી
- સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
- આગામી તા.૬ઠ્ઠી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ જાગૃતિનો કાર્યક્રમ યોજાશે
- દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ચાર જિલ્લાના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા
Union Minister CR Patil:કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’, રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
મેરિડીયન હોટલ ખાતે જળશકિત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ સૌને સાથે મળીને વરસાદરૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘કેચ ધ રેઈન’ના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂકયો છે. આપણા ઘર, મહોલ્લા, ગામ, શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાંકલ કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રાજયનું ૬૫ ટકા પાણી રહેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ૨૦ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ભૂગર્ભ જળસંગ્રહના હેતુ સાથે ૨૪,૮૦૦ બોર કરવા જઈ રહ્યા છીએ. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે.

Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
આ સમાચાર પણ વાંચો:Raas Garba:જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક
વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વની ૧૮ ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે, જયારે પાણી માત્ર ચાર ટકા છે. આ ચાર ટકા પાણીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહી રહે. પહેલાના સમયમાં લોકો પાણીની પરબ બંધાવતા હતા, જેથી તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આગામી તા.૬ઠ્ઠીએ રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગેનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના આંગણે થનાર છે, જેમાં પણ મોટી સંખ્યામાં સૌને હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો.

Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વોટર રિચાર્જીંગના કાર્યને સૌ સાથે મળીને જનઆંદોલનરૂપે ઉપાડવાનો અનુરોધ કર્યો હતો. તાજેતરમાં ઓલપાડના દેલાડમાં ૧૩૬ બોર કરાયા હોવાનું જણાવી ઉમેર્યું કે, અગાઉ આ ગામમાં ટીડીએસનું પ્રમાણ ૧૧૦૦થી ૧૨૦૦ હતું, જ્યાં બોર કર્યા બાદ ઘટીને ૬૦૦ ટીડીએસ જેટલું થયું હોવાનું તેમજ સમગ્ર ગુજરાતમાં ૧૪૮૦૦ બોર બંધ પડેલા છે, જેમાંથી ૧૦ હજાર બોરને રિચાર્જ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
આ સમાચાર પણ વાંચો:Prime Minister:પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે
આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, રેઈન વોટર હાર્વેસ્ટીંગ વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે પાલિકા દ્વારા જનભાગીદારીની પોલિસી બનાવી હતી, જેમાં ૭૦ ટકા સરકાર, ૨૦ ટકા પદાધિકારીઓની ગ્રાંટ તથા ૧૦ ટકા પાલિકાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવે છે. આગામી સમયમાં દરેક ઝોન-વોર્ડ કક્ષાએ જનજાગૃતિ લાવીને સોસાયટીઓમાં, ઘરોમાં લોકો મહત્તમ વોટર રિચાર્જના કાર્યમાં જોડાય તે માટે કાર્યક્રમો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત ૨૦૩૮ જેટલી સરકારી પ્રિમાઈસીસમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે. એક થી દોઢ લાખના ખર્ચે કરોડો લિટર પાણીનો જથ્થો જમીનમાં સગ્રહ થાય તે માટેની જુદી જુદી ડિઝાઈન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ આગામી સમયમાં સુરત જિલ્લામાં ૨૦૩૧ જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો હાથ ધરવામાં આવનાર છે એમ જણાવી ગામ, તાલુકા પંચાયતો સ્વ-ભંડોળમાંથી ઈન્ડસ્ટ્રીઝના સહકારથી જનભાગીદારી સાથે વધુમાં વધુ પાણીને સંગ્રહિત કરવા, વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
આ અવસરે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ શ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, દ.ગુજરાતના સુરત સહિત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના ધારાસભ્યો, કલેકટરશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.