News Continuous Bureau | Mumbai
Pradhan Mantri Awas Yojana: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં મંજુર થયેલા, પૂર્ણ થયેલા અને બાકી રહેલા આવાસો અંગે સમીક્ષા કરી બાકી રહેલા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
તા.પંચાયતના ( Olpad Panchayat ) સભ્યો, સુડાના અધિકારીઓ, મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસ મળી જાય એ માટે મંત્રી એ તાકીદ કરી હતી. વધુમાં મંત્રી એ કહ્યું કે, ગત વર્ષે ઓલપાડ તાલુકામાં ૨૫૬૩ આવાસ મંજૂર થયા હતા, જે પૈકી મહત્તમ આવાસોની કામગીરી પૂર્ણ થઈ છે. કેન્દ્ર સરકારનું ( Central Government ) આવનાર સમયમાં વધુ ૩ કરોડ આવાસ આપવાનું લક્ષ્ય છે એમ તેમણે કહ્યું હતું.
આવાસના ( Pradhan Mantri Awas Yojana ) બાંધકામમાં ગેરરીતિ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં તેમજ ગેરરીતિ આચરનાર સામે કાયદાકીય પગલાં ભરાશે એમ સ્પષ્ટપણે જણાવતા મંત્રી એ ( Mukesh Patel ) અધિકારીઓને સમયાંતરે આવાસીય કામગીરીની પ્રગતિ અંગે સ્વયં સ્થળ નિરીક્ષણ કરવા માટે સૂચનો કર્યા હતા. મંત્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ નાગરિકો સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત ન રહે એ સરકારનું લક્ષ્ય છે, માટે અધિકારી અને પદાધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહી ટીમવર્ક કરે એ ઇચ્છનીય છે એમ વધુમાં ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વોત્તર ભારત પર લખ્યો લેખ, PM મોદીએ તેમની પોસ્ટ રીશેર કરી કહી ‘આ’ વાત..
બેઠકમાં તા.પં. પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મામલતદાર એલ.આર.ચૌધરી, અગ્રણી બ્રિજેશ પટેલ, સુડાના અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.