News Continuous Bureau | Mumbai
Surat : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના ( Tobacco Control Programme ) નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના ( Anil Patel ) માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ ( anti-campaign ) હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩” ( Cigarettes and Other Tobacco Products Act-2003 ) એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય ( Penalty ) કાર્યવાહી કરવામાં આવી હતી.

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area
જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સો.વ. મુકેશ શ્રીવાસ્તવ તેમજ વહિવટી અધિકારી મંગેશભાઈ ચિખલીકર, ડી.એસ.આઇ હસમુખ રાણા અને પી.આઇ આર.આર.દેસાઇ, પો.કો હરપાલસિંહ પઢિયાર પો.કો જગદીશભાઈ ચૌધરી સચિન પોલિસના સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંદ વસુલાયો હતો.

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area

Squad Team’s Anti-Tobacco Campaign in Sachin-Lajpore Area
આ સમાચાર પણ વાંચો : Indian Air Force Day: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે 92મા ભારતીય વાયુસેના દિવસ પર હવાઈ યોદ્ધાઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી