Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયો શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, આટલા બાળકોએ કરાવ્યું આરોગ્ય તપાસ અને મફત સારવાર

Surat Municipal Corporation: શાળા આરોગ્ય -રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૧,૭૫,૫૩૮ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી

by khushali ladva
Surat Municipal Corporation Surat Municipal Corporation organized School Health-National Child Health Program

News Continuous Bureau | Mumbai

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી /બાલવાડીના તમામ બાળકો, ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિધાર્થીઓ, શાળાએ ન જતા ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો, આશ્રમ શાળાના વિધાર્થીઓ, ચિલ્ડ્રન હોમ / અનાથાશ્રમના બાળકો અને પરંપરાગત ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓ મદ્રેસાઓના બાળકોની વર્ષમાં બે વાર આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૧૯૯૬ થી કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪માં ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થતા વર્ષ ૨૦૧૪થી આ કાર્યક્રમ “શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” ના નામથી અમલમાં છે.

આ સમાચાર પણ વાંચો: Umarpada taluka Election: આ તારીખે યોજાશે ઉમરપાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી, ૩,૮૮૪ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ

આ આરોગ્ય તપાસણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા ખાતે ૩૯ ડેડીકેટેડ મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત છે, દરેક ટીમમાં ૨ આયુષ તબીબ, એક ફાર્માસીસ્ટ અને એક ફીમેલ હેલ્થ વર્કર મળી ચાર સભ્યો હોય છે. તેઓને ફિલ્ડ અને શાળાઓમાં બાળકોની પ્રાથમિક તપાસણી માટે ટીમ દીઠ વાહનની ફાળવણી કરવામાં આવે છે. આ ટીમો માઈક્રોપ્લાન મુજબ જે તે શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ બાળકોની ૪-ડી એટલેકે જન્મજાત ખામી (ડીફેક્ટ), ઉણપ (ડેફીસીયંસી), રોગ (ડીસીઝ) અને અવિકસિત (ડેવલપમેન્ટલ ડીલે) જેવા માપદંડો મુજબ પ્રાથમિક આરોગ્ય તપાસણીને આધારે ખામીવાળા બાળકોને અલગ તારવીને તેઓને આરોગ્ય કેંદ્રના મેડીકલ ઓફિસર પાસે સારવાર અને વધુ તપાસણી માટે મોકલી આપે છે. મેડીકલ ઓફિસર દ્વારા પ્રાથમિક સારવાર આપી જો આ બાળકો પૈકી કોઈને વધુ સારવારની જરૂરીયાત જણાય તો તેમને સંદર્ભ કાર્ડ ભરીને સિવિલ હોસ્પીટલ કે સ્મીમેર હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવે છે, જ્યાં આ બાળકોને યોગ્ય સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે, આ હોસ્પીટલ ખાતેથી વિશેષ સુપર સ્પેશ્યાલીટી ટર્શરી સારવાર કે ઓપરેશન ની જરૂરીયાત હોય તેવા બાળકોને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની વિના મૂલ્યે સારવારની મંજુરી આપી રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ માટે નિયત કરેલી હોસ્પીટલો ખાતે રીફર કરવામાં આવે છે, જ્યાં બાળકોને તમામ નાની મોટી બિમારીઓની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, આ રીતે આપવામાં આવતી સારવારમાં હૃદય, કીડની, કેન્સર , થેલેસેમીયા, બોર્નમેરો ટ્રાન્સપ્લાંટ, લીવર ટ્રાન્સપ્લાંટ, કોકલીયર ઈમ્પલાંટ જેવી ખર્ચાળ સારવાર પણ વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે.

આ સમાચાર પણ વાંચો:  Godrej Enterprises: AMCA માટે સ્વદેશી ઉત્પાદન તરફ એક પગલું, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપે એરો ઈન્ડિયામાં ADA સાથે વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા

Surat Municipal Corporation: એપ્રિલ ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન કરવામાં આવેલી આરોગ્ય તપાસણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા વિસ્તારની કુલ-૧૭૨૪ (ઉપર જણાવ્યા મુજબની આંગણવાડીથી લઈને ધોરણ ૧૨ સુધીની) શૈક્ષણીક સંસ્થાઓના બાળકો અને શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસણી દરમ્યાન કુલ ૧૧,૭૫,૫૩૮ જેટલા બાળકોની આરોગ્ય તપાસણીનું ભગીરથ કાર્ય પૂરૂ કરવામાં આવ્યું છે, જે દરમ્યાન જન્મજાત હ્રદયની ખામી વાળા ૩૧૯, ન્યુરલ ટ્યુબ ડીફેક્ટના ૧૧, ફાટેલા હોઠ અને તાળવાના ૫૮, ક્લબ ફુટ -૫૧, કેન્સરના -૧૨૪, થાઈરોઈડના -૬૭, ડાયાબીટીસ -૭૩, થેલેસેમીયા -૩૩ બાળકો ઉપરાંત નાની મોટી ખામીઓ સંદર્ભે બાળકોને જરૂરીયાત મુજબ વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More