Lok Sabha Elections 2024 : 2009માં અસ્તિત્વમાં આવેલી સુરતની આ લોકસભા બેઠક પર 2019માં સૌથી વધુ 66.10% મતદાન નોંધાયું..

Lok Sabha Elections 2024 : વલસાડ જિલ્લામાંથી વિભાજન થઈને નવસારી સંસદીય લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી. નવસારી સંસદીય બેઠક પર ૨૦૧૯માં સૌથી વધુ ૬૬.૧૦ ટકા જ્યારે ૨૦૦૯માં સૌથી ઓછું ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું.. ૨૦૨૪માં કુલ મતદારોની સંખ્યા ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નવસારી સંસદીય બેઠકમાં સુરત શહેરની ચાર વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે. તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

by Hiral Meria
This Lok Sabha seat of Surat, which came into existence in 2009, recorded the highest voter turnout of 66.10% in 2019.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024  : આગામી તા.૭મી મેના રોજ દેશભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતની ( Gujarat ) ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરે છે, અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક તહેવારમાં પસંદગીની સરકારના ગઠનમાં મહત્વનું યોગદાન આપે છે. 

             નવસારી લોકસભા બેઠક ( Lok Sabha seat ) વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. આ લોકસભાની પ્રથમ ૨૦૦૯ની ચૂંટણીમાં કુલ જેટલા ૧૬,૨૩,૪૧૫ મતદાતાઓ ( Voters ) નોંધાયેલા હતા. જે પૈકી ૪૬.૬૬ ટકા મતદાન નોંધાયું હતું.

             વર્ષ ૨૦૦૯થી લોકસભા ચૂંટણીઓમાં નવસારી સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૬.૧૦ ટકા મતદાન ૨૦૧૯ જયારે ઓછું ૪૬.૬૬ ટકા મતદાન ૨૦૦૯માં નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભા ૮,૯૪,૩૩૫ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૪,૫૫,૭૪૯ પુરૂષ મતદારો તથા ૪,૩૮,૫૮૬ સ્ત્રી મતદારો નોંધાયા હતા, જ્યારે આગામી તા.૭મી મેના રોજ યોજાનારી ચુંટણીમાં ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો તેમજ ૧૧૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

                   ૨૦૦૯માં કુલ ૧૬,૨૩,૪૧૫ મતદારોમાંથી ૭,૫૭,૫૬૦ મતદાતાઓએ મતદાનનો ( voting ) ઉપયોગ કર્યો હતો. ૨૦૦૯માં નવસારી સંસદીય બેઠકમાં કુલ ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું. જેમાં પોસ્ટલ બેલેટ પેપરથી ૪૬ મતદારોએ મતદાન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Bhutan Visit: ભૂટાન પહોંચ્યા PM મોદી, પારો એરપોર્ટ પર વડાપ્રધાનનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

                ૨૦૦૯ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવું સંસદીય સીમાંકન થયુ હતું. અને નવી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૨૦૦૯ ઉપરાંત ૨૦૧૪માં ૧૭,૬૪૪,૧૧ મતદારો, ૨૦૧૯ની ચૂંટણી માટે ૧૯,૭૧,૪૬૫ મતદારો જ્યારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૨૧,૯૮,૦૧૯ મતદારો નોંધાયા છે.   

               નવસારી લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૬.૬૬ ટકા, ૨૦૧૪માં ૬૫.૧૨ ટકા, ૨૦૧૯માં ૬૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. આગામી ૭મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

                   નોંધનીય છે કે, નવસારી સંસદીય મતવિભાગમાં સુરત ( Surat ) શહેરની ચાર વિધાનસભા જેમાં ૧૬૩-લિબાયતના ૩,૦૩,૯૯૪ મતદારો, ૧૬૪-ઉધનાના ૨,૬૩,૧૯૫ મતદારો, ૧૬૫-મજુરાના ૨,૭૮,૫૫૦ મતદારો, ૧૬૮-ચોર્યાસીના ૫,૭૦,૬૬૬ મતદારો અને નવસારી જિલ્લાની ૧૭૪-જલાલપોરના ૨,૩૭,૧૮૪ મતદારો, ૧૭૫-નવસારીના ૨,૫૧,૬૧૫ મતદારો, ૧૭૬-ગણદેવી (અ.જ.જા)ના ૨,૯૨,૮૦૫ મતદારો, 

૧૭૭-વાંસદા(અ.જ.જા)ના વિધાનસભા બેઠકના ૩,૦૧,૨૬૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More