Ramdas Athawale: વડોદરામાં પછાત વર્ગોના પ્રશ્નો અંગે ચર્ચા કરી રામદાસ આઠવલે, એફેક્ટિવ અમલીકરણ માટે સૂચનાઓ આપી

Ramdas Athawale Ramdas Athawale discussed the issues of backward classes in Vadodara, gave instructions for effective implementation

News Continuous Bureau | Mumbai 

  • વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું

Ramdas Athawale: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરની એક દિવસની મુલાકાતે આવ્યાછે.તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ગરીબો-પીડિતો અને શોષિતો ના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે વડોદરા ખાતે કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે બેઠક યોજીને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના વહીવટી તંત્ર દ્વારા એકબીજાના સહયોગથી જરૂરિયાત ધરાવતા નાગરિકોને અનેકવિધ યોજનાઓ થી લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ થવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Divyang artists: વડોદરામાં 15 રાજ્યોના આટલા દિવ્યાંગ કલાકારોનું મનમોહક પ્રદર્શન, દિવ્યાંગો માટે રોજગાર મેળામાં 18 નવાં નિમણૂક પત્રોનું વિતરણ…

Ramdas Athawale: કેન્દ્રીય મંત્રીએ પછાત વર્ગોના કલ્યાણ માટે અમલી યોજનામાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારી માટે લેવાયેલા પગલાઓની વિસ્તૃત જાણકારી મેળવીને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંલગ્ન વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ, ભોજન અને નિવાસ સાથેની હોસ્ટેલ સુવિધાઓ બાબતે પણ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તેવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.