News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે (મંગળવારે) એક નહીં પણ ત્રણ મોટા કેસની સુનાવણી(Hearing of case) બંધ કરી દીધી છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ આજે સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચે સુનાવણી દરમિયાન આ કેસોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં પ્રથમ કેસ- વર્ષ 2002 ગુજરાત રમખાણ કેસ(Gujarat Riot Case) છે, બીજો- 2009માં વકીલ પ્રશાંત ભૂષણ(Lawyer Prashant Bhushan) વિરુદ્ધ અવમાનનાનો કેસ છે. અને ત્રીજો કેસ બાબરી ઢાંચાને તોડી પાડવા પર શરૂ થયેલી અવમાનનાની કાર્યવાહીનો છે.
1. વર્ષ 2002 ગુજરાત રમખાણ કેસ –
સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણ સાથે સંબંધિત બધા કેસ બંધ કરી દીધા છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની(Chief Justice UU Lalit) બેંચે જણાવ્યું કે 'આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.' કોર્ટે કહ્યું કે, નવ કેસમાંથી 8 કેસમાં નિર્ણય આવી ચૂક્યો છે અને નરોદા ગ્રામ(Naroda village) મામલે ટ્રાયલ અંતિમ ચરણમાં છે. આ મામલે કાયદા પ્રમાણે કાર્યવાહી ચાલશે.
2. વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અવમાનનાનો કેસ (Contempt case)
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ દાખલ કરાયેલ અવમાનના કેસને બંધ કરી દીધો છે. 2009માં તહેલકા મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુ(Magazine interviews) બાદ તેમની અને પત્રકાર તરુણ તેજપાલ(Journalist Tarun Tejpal) વિરુદ્ધ અવમાનનાનો કેસ શરૂ થયો હતો જે હવે બંધ થઈ ગયો છે. ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જી(Justice Indira Banerjee), જજ સૂર્યકાંત(Judge Suryakant) અને ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશની(Judge M.M. of Sundaresh) ખંડપીઠે સિનિયર વકિલ કપિલ સિબ્બલે(Advocate Kapil Sibal) પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માંગી હોવાની જાણકારી આપ્યા બાદ આ કેસમાં કાર્યવાહી બંધ કરી દીધી. ખંડપીઠે કહ્યું કે, અમે અવમાનના કરનારાઓ દ્વારા કરવામાં આવેલી માફીને ધ્યાનમાં રાખીને અવમાનના માટે નોંધાયેલા કેસ સાથે આગળ વધવું જરૂરી નથી માનતા. ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ભારતના 16 પૂર્વ મુખ્ય ન્યાયાધીશો ભ્રષ્ટ છે.
વંદે ભારત એક્સપ્રેસની નવી સફળતા- આટલા કિમીની સ્પીડ લિમિટ કરી પાર- તોડ્યા તમામ રેકોર્ડ- જુઓ વિડીયો
3. બાબરી ઢાંચાને(Babri pattern) તોડી પાડવા પર શરૂ થયેલી અવમાનનાની કાર્યવાહીનો કેસ(Contempt action case)
સુપ્રીમ કોર્ટે બાબરી ઢાંચાને તોડી પાડવા સંબંધિત તમામ અવમાનનાની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસને (Demolition of Babri Masjid) લઈને રાજ્યના અધિકારીઓ અને અન્યો વિરુદ્ધ લાંબા સમયથી પડતર અવમાનના નો કેસ બંધ કરી દીધો છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અવમાનનાની કાર્યવાહીનો આ એ જ મામલો છે, જેમાં યુપીના દિવંગત પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને એક દિવસની સજા સંભળાવવામાં આવી હતી.
બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડવા અંગેની અવમાનનાની કાર્યવાહીને બંધ કરવાનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે, અવમાનનાની અરજી અગાઉ સૂચિબદ્ધ થવી જોઈતી હતી, પરંતુ 9 નવેમ્બર 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંદુઓ અને મુસ્લિમો(Hindus and Muslims) વચ્ચે અયોધ્યા જમીન વિવાદનો(Ayodhya land dispute) નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દો ક્યાંય સામે રહેતો નથી, તેથી અવમાનનાની કાર્યવાહી બંધ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદને કાર સેવકો દ્વારા 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. આ પછી તરત જ કલ્યાણ સિંહે(Kalyan Singh) યુપીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજા દિવસે એટલે કે 7 ડિસેમ્બર, 1992ના રોજ કેન્દ્રની નરસિમ્હા રાવ(Narasimha Rao) સરકારે યુપીની સરકારને બરખાસ્ત કરી દીધી હતી.