News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીના(Sonia Gandhi) અંગત સચિવ(Personal secretary) પર બળાત્કારનો(rape) આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન(PP Madhavan) વિરુદ્ધ બળાત્કારનો કેસ(Rape case) નોંધવામાં આવ્યો છે. પોલીસે બળાત્કારની કલમ 376 અને જાનથી મારી નાખવાની ધમકી(Death threat) આપવાની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ એફઆઈઆરમાં(FIR) જણાવ્યું છે કે તેનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં(Congress office) હોર્ડિંગ્સ(Hoardings) લગાવતો હતો. બે વર્ષ પહેલા તેનું અવસાન થયું હતું. 2020માં તેના પતિના મૃત્યુ બાદ તે નોકરીની શોધમાં હતી. આ દરમિયાન તેઓ સોનિયા ગાંધીના પીએ(PA) પીપી માધવનના સંપર્કમાં આવ્યા. મહિલાએ જણાવ્યું છે કે પીપી માધવને નોકરી અપાવવા અને લગ્ન કરાવવાના નામે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સિવાય મહિલાએ માધવન પર પોતાના ઘરે બોલાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય – IPS તપન કુમાર બનાવ્યા IBના નવા ડિરેક્ટર- આટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ
જોકે માધવને મહિલાના તમામ આરોપોને આરોપ ફગાવ્યાં છે.સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે આવા પાયાવિહોણા આરોપ કરાયા છે. આવા આરોપમાં જરા પણ સત્ય નથી. તે એક કાવતરું છે.
માધવન પર આઈપીસી(IPC) હેઠળ બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ 71 વર્ષીય માધવન સામેના કેસની તપાસ કરી રહી છે.