Site icon

આધાર કાર્ડનું વેરિફિકેશન હવે આ રીતે પણ થઈ શકશે; શું છે નવો નિયમ? જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવા

આધાર કાર્ડ વેરિફિકેશન માટે નવો નિયમ લાવવામાં આવ્યો છે. હવે આધાર કાર્ડ વેરિફિકેશન ઓફલાઈન પણ થઈ શકશે. નવા નિયમો અનુસાર હસ્તાક્ષરને વધુ મહત્ત્વ અપાશે. ડિજિટલ હસ્તાક્ષર સાથેના દસ્તાવેજો વેરિફિકેશન માટે સબમિટ કરવાના રહેશે. આધાર કાર્ડ માટે સરકારી સંસ્થા UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજો જારી કરવામાં આવશે.

આ ડિજિટલ હસ્તાક્ષરિત દસ્તાવેજ પર આધાર નંબરના છેલ્લા ચાર અંકો આપવામાં આવશે. નવા નિયમોમાં ઇ-કેવાયસી ઑફલાઇન વેરિફિકેશન માટેની વિગતવાર પ્રક્રિયાઓની પણ રૂપરેખા આપવામાં આવી છે. હવે ઈ-કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા માટે કોઈપણ અધિકૃત એજન્સીને પેપરલેસ ઓફલાઈન આધાર KYC આપવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નિયમો અનુસાર, એજન્સી આધાર ધારક દ્વારા આપવામાં આવેલા નંબર, નામ અને સરનામાની માહિતી કેન્દ્રના ડેટાબેઝ સાથે તુલના કરશે અને તમામ માહિતી સાચી હશે તો જ ચકાસણી પ્રક્રિયા ચાલુ રહેશે.

'મુંબઈમાં ફટાકડાને લીધે ગંભીર ઈજાનો અન્ય એક કિસ્સો; યુવકે લીવરનું ઓપરેશન કરાવવું પડ્યું: જાણો શું ઘટના બની?

ઇ-કેવાયસી માટે ચકાસણી જેવી અન્ય પદ્ધતિઓ જેમ કે વન-ટાઇમ પિન અને બાયોમેટ્રિક-આધારિત પ્રમાણીકરણ પણ ચાલુ રહેશે. અધિકૃત એજન્સીઓ આધાર ડેટા ચકાસવા માટે કોઈપણ યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકે છે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version