ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
હવેથી અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરનું હેન્ડલિંગ નહીં કરે.
અદાણી પોર્ટસ એન્ડ લોજિસ્ટિક્સ કંપનીએ જણાવ્યું કે, તે 15 ઓક્ટોબરથી પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનર કાર્ગોનું હેન્ડલિંગ કરશે નહીં.
આ સૂચના કંપની દ્વારા સંચાલિત તમામ ટર્મિનલો અને અદાણી પોર્ટ – સેઝ પરના થર્ડ પાર્ટી ટર્મિનલ્સને પણ આગામી નવી ઘોષણા સુધી લાગુ પડશે.
માફિયાઓની મેલી મુરાદ બર ન આવે તે માટે અદાણી પોર્ટ પર તમામ ટર્મિનલ ઉપરાંત થર્ડ પાર્ટી ટર્મિનલ્સ ઉપર પણ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરોનું હેન્ડલિંગ ન કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, લગભગ મહિના પહેલા અદાણી ગ્રુપની કંપની દ્વારા સંચાલિત બંદર ઉપર 21000 કરોડના મૂલ્યનું 3000 કિલોગ્રામ હેરોઈન ઝડપાયા બાદ મોટો વિવાદ થયો.