Site icon

વડા પ્રધાન મોદીની જિલ્લા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ આ મુખ્ય પ્રધાને કહ્યું મને બોલવાની તક ન મળી; જાણો શું છે સમગ્ર મામલો

વડા પ્રધાન મોદીની જિલ્લા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ આ મુખ્ય પ્રધાને કહ્યું મને બોલવાની તક ન મળી; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ૨૧ મે ૨૦૨૧

શુક્રવાર

દેશમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાનો પણ સામેલ હતા. આ બેઠક બાદ મમતા બેનર્જીએ પ્રેસ-કૉન્ફરન્સ કરી વડા પ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે મને બોલવાની તક જ ન મળી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પૂરી થયા બાદ મમતા બેનર્જીએ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે માત્ર ભાજપના કેટલાક મુખ્ય પ્રધાનોએ જ તેમની વાત વડા પ્રધાન સમક્ષ મૂકી. અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો કઠપૂતળીની જેમ ચૂપ બેઠા હતા. હું પણ કંઈ બોલી ન શકી.મમતાએ ઉમેર્યું હતું કે હું પોતે જ પીએમ મોદીને દવાઓ અને વેક્સિનની માગ કરવાની હતી, પરંતુ મને બોલવાની તક જ ન અપાઈ.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા છત્તીસગઢ, હરિયાણા, કેરેલા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આ રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ સામેલ હતા.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version