Site icon

Amit Shah Farmers: ખેડૂતોનાં કલ્યાણ માટે મોદી સરકારે લીધા આ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો ઉલ્લેખ

Amit Shah Farmers: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી રાખ્યું છે અને ખેડૂતોને વાજબી ભાવ મળી રહે તે માટે નિકાસ વધારી રહી છે. નિકાસમાં વધારો કરીને ખેડૂતો તેમના પાકના મહત્તમ ભાવ મેળવી શકશે. મોદી સરકારના નિર્ણયથી ભારતના સોયાબીન ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે

Amit Shah Modi Government has kept the interests of farmers at the forefront and is increasing exports so that farmers get fair prices.

Amit Shah Modi Government has kept the interests of farmers at the forefront and is increasing exports so that farmers get fair prices.

News Continuous Bureau | Mumbai

Amit Shah Farmers:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને ( Indian Farmers ) તેમના પાકની વાજબી કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે નિકાસને વેગ આપી રહી છે, જેથી તેઓ તેમના ઉત્પાદન માટે મહત્તમ મૂલ્ય મેળવી શકે.

Join Our WhatsApp Community

Amit Shah Farmers: ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ખેડૂતોનાં કલ્યાણને સર્વોપરી રાખતાં મોદી સરકારે ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છેઃ

  1. મોદી સરકારે ડુંગળી પર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) હટાવવાનો અને એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ડુંગળીની નિકાસમાં વધારો થશે, પરિણામે ડુંગળીનું ( Onion ) ઉત્પાદન કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે.
  2. સરકારે બાસમતી ચોખા ( Basmati Rice ) પરની એમઇપીને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે, જેનાથી બાસમતી ચોખાનું ઉત્પાદન કરતા ખેડૂતો નિકાસ કરી શકે છે અને વધુ નફો મેળવી શકે છે.
  3. આ ઉપરાંત, મોદી સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલની આયાત પરની ડ્યુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા અને તેમના રિફાઇન્ડ તેલ પર 13.75 ટકાથી વધારીને 35.75 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ સુનિશ્ચિત કરશે કે ભારતીય સોયાબીનના ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ મળે, જેથી તેમની આવકમાં વધારો થાય.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Dehgam Drowning : ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે PM મોદીએ વ્યક્ત કર્યો શોક, પીડિતો માટે કરી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version