News Continuous Bureau | Mumbai
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 11 જાન્યુઆરી, શનિવારના રોજ નવી દિલ્હીમાં “ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે ડ્રગ્સની હેરફેર સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે જેથી ડ્રગ્સનો ખતરો ઘટાડી શકાય
- 11 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન ડ્રગ્સ નિકાલ પખવાડિયા દરમિયાન ì2411 કરોડના 44792 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવશે
-
પરિષદનો ઉદ્દેશ ડ્રગ્સની હેરફેરની વધતી જતી સમસ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે
ગૃહમંત્રી ડ્રગ્સ નિકાલ પખવાડિયાનો પ્રારંભ કરશે. NCBના ભોપાલ ઝોનલ યુનિટના નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કરશે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં MANAS-2 હેલ્પલાઇનનું વિસ્તરણ કરશે.
આ સમાચાર પણ વાંચો : sarthak bhavsar: સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો
Amit Shah: આ પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સાથે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘MANAS’ પોર્ટલ પરથી વાસ્તવિક સમયની માહિતી શેર કરવા, ડ્રગ હેરફેર સામે રાજ્યોની પ્રગતિ અને નાર્કોટિક્સ કોઓર્ડિનેશન મિકેનિઝમ (NCORD)ની અસરકારકતા અંગે, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSLs)ની કાર્યક્ષમતાને મજબૂત બનાવવી અને તેમની અસરકારકતા વધારવી, ડ્રગ હેરફેર સામેના પ્રયાસોને મજબૂત બનાવવા માટે NIDAAN ડેટાબેઝનો ઉપયોગ કરવો, PIT-NDPS કાયદાની જોગવાઈઓનો અમલ કરવો, ડ્રગ સંબંધિત કેસોનો ઝડપી નિકાલ કરવો અને ડ્રગ હેરફેર અને દુરુપયોગ સામે લડવા માટે તમામ એજન્સીઓ વચ્ચે સંકલન બાબતે Whole of Govt. approach અંગે ચર્ચા કરવામાં આવશે. 11 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા ડ્રગ નિકાલ પખવાડિયા દરમિયાન ì 2411 કરોડના 44792 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ
Amit Shah: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે ડ્રગ્સના ખતરાને ઘટાડવા માટે ડ્રગ્સની હેરફેર સામે ‘ઝીરો ટોલરન્સ નીતિ’ અપનાવી છે. ગૃહ મંત્રાલય સંસ્થાકીય માળખાને મજબૂત બનાવવા, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાનની ત્રણ પાયાની વ્યૂહરચનાનું પાલન કરીને 2047 સુધીમાં મોદીજીના ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરશે.
આ પરિષદમાં ભાગ લેનારા આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.