Aryan Nehra: આર્યન નેહરાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું, એક જ એડીશનમાં આટલા મેડલ જીત્યા

Aryan Nehra: અખબારી યાદી આર્યન નેહરાએ ૩૮મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં ૭ મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો છે

by khushali ladva
Aryan Nehra Aryan Nehra made Gujarat proud by winning the 38th National Games, won so many medals in a single edition

News Continuous Bureau | Mumbai
Aryan Nehra: ૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન તા. ૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ ૩૮મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ ૨૯૦ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ ૨૩૦ ખેલાડીઓ છે જે પૈકી ૧૦૩ ખેલાડી ભાઈઓ અને ૧૨૭ ખેલાડી બહેનો છે. ગુજરાતના ૨૩૦ ખેલાડીઓ કુલ ૨૫ રમતોમાં ભાગ લેશે. જેમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ, આર્ચરી, બેડમિન્ટન, બોક્સિંગ, કેનોઈ સ્લેલોમ, સાયકલિંગ, ફેન્સિંગ, જિમ્નાસ્ટિક્સ, જુડો, ખો-ખો, લોન ટેનિસ, મલ્લખંમ, મોર્ડન પેન્ટાથલોન, નેટ બોલ, શૂટિંગ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, તાઈકવૉન્ડો, ટ્રાયથ્લોન, વેઈટલિફ્ટિંગ, કુસ્તી, વુશુ, યોગાસનનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: US Deportation: અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવાના મુદ્દા પર વિપક્ષ આક્રમક, નેતાઓએ અનોખી રીતે કર્યું વિરોધ પ્રદર્શન; જુઓ વિડીયો..

Aryan Nehra: હાલની સ્થિતિએ ગુજરાતે કુલ ૧૨ મેડલ મેળવ્યા છે. જેમાં ૧ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જે પૈકી ૧ ગોલ્ડ મેડલ સાઈકલીંગ રમતમાં, ૩ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ સ્વિમિંગ રમતમાં અને ઈતિહાસમાં પ્રથમ વાર ગુજરાતે ૩ બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન રમતમાં મેળવ્યા છે. ગુજરાતની દીકરી મુસ્કાન ગુપ્તા દ્વારા ૩૮મી નેશનલ ગેમ્સ અંતર્ગત સાઈકલીંગમાં ૧ ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે. મુસ્કાન ગુપ્તા અગાઉ ૧૧માં ખેલ મહાકુંભમાં સાઈકલીંગ રમતમાં પણ તે ગોલ્ડ મેડલ મેળવેલ હતો. અને હાલ તે એસ.એ.જી. અંતર્ગત COE(સેન્ટર ઓફ એક્સેલેન્સ) યોજના હેઠળ તાલીમ મેળવી રહેલ છે.  ગુજરાતના શક્તિદૂત યોજનાના લાભાર્થી આર્યન નેહરાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ રમતની વિવિધ ઇવેન્ટમાં કુલ ૭ મેડલ (જેવી કે ૪ x ૧૦૦ મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, ૧૫૦૦મી ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ, ૪૦૦ મીટર મેડલે (Medlay) ઇવેન્ટમાં સિલ્વર, ૪ x ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં સિલ્વર, ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં બોન્ઝ, ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, ૨૦૦ મીટર મેલે(Melay) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ) જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. અને આર્યન નેહરાએ નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં ૭ મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો છે.

આ સમાચાર પણ વાંચો:   Dahod Smart City: દાહોદ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાનો કાર્યક્રમ શરૂ, ભારત સરકારે કુલ આટલા કરોડની રિનોવેશન ફંડ રજુ કરશે

Aryan Nehra: આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાના યુનિવર્સીટી ઓફ ફ્લોરીડા ખાતે આંતરરાષ્ટ્રીય ખાય્તનામ કોચ Anthony Nestyના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી રહ્યા છે. આર્યન નેહરા જણાવે છે કે, I am honored to represent my state and do my best to bring medals to Gujarat. I am happy and satisfied to have won seven medals at the biggest sports competition in India. I look forward to every opportunity to represent Gujarat and make my home state proud, and I hope to get even better results in future meets. I also want to thank the Government of Gujarat for all their support and encouragement in my journey so far.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More