News Continuous Bureau | Mumbai
ગત ૨૫ જુલાઈ ૨૦૨૨, સોમવારના રોજ સંસદ(Parliament)ના સેન્ટ્રલ હોલમાં જ્યારે ૧૫મા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ થયો તો રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ (Ramnath Kovind)તરીકે કાર્યક્રમની શરૂઆત કરવાનો આદેશ આપ્યો, પરંતુ કાર્યક્રમ સમાપ્ત થવાની સાથે તેમનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો અને તેમના સ્થાને દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu)એ પદભાર સંભાળ્યો જેમણે કાર્યક્રમને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્ના(CJI- N. V. Ramana)એ મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા રામનાથ કોવિંદ સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં વકીલ(Lawyer), રાજ્યસભા સાંસદ(Rajya sabha Member), બિહારના રાજ્યપાલ(Bihar Governer)ના પદ પર પણ કામ કરી ચૂક્યા હતા. તેવામાં જ્યારે રાષ્ટ્રપતિના રૂપમાં તેમનો કાર્યકાળ પૂરો થયો છે તો એક નજર તેમના દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો પર કરીએ, જેને હંમેશા યાદ રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા
આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ને વિશેષાધિકાર આપનાર આર્ટિકલ ૩૭૦(Article 370)ને રદ્દ કરવાનો શ્રેય પણ રામનાથ કોવિંદના કાર્યકાળને જાય છે. આર્ટિકલ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળી રહ્યાં હતા, તેના કારણે ત્યાંની સરકાર ભારત(India)ની સાથે હોવા છતાં અલગ સ્વાયતત્તાની સાથે કામ કરી રહી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે (central govt) ૫ ઓગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ લાવી તેને નિષ્ક્રિય કરી દીધી.
રામનાથ કોવિંદે પોતાના ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૫૯ સ્ટેટ બિલોને મંજૂરી આપી તો સરકાર તરફથી કેટલાક એવા કાયદાનું પણ સમર્થન કર્યું જેને લઈને દેશભરમાં ખૂબ વિરોધ જોવા મળ્યો હતો. આવો એક કાયદો જેને રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી.
નાગરિકતા (સંશોધન) અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર કાયદો, જે હેઠળ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ કે તેની પહેલા આવીને ભારતમાં રહેતા હિન્દુઓ, શીખો, બૌદ્ધૌ, જૈન, પારસીઓ અને ઈસાઈને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવશે નહીં. તેમને ભારતની નાગરિકતાનો વિકલ્પ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહિલા પ્રવાસીઓ સાવધાન- મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી રહ્યો છે સિરિયલ મોલેસ્ટેર- જાણો વિગત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળમાં એવા ઘણા નિર્ણય થયા જેના પર લોકો વચ્ચે ન માત્ર સમર્થન જોવા મળ્યું પરંતુ વિરોધ પણ થયો. તેમ છતાં તેમણે સરકારનું સમર્થન કરતા તેને મંજૂરી આપી. આ લિસ્ટમાં પ્રથમ બિલ જેને રામનાથ કોવિંદના ઐતિહાસિક નિર્ણય માં ગણવામાં આવશે તે છે સગીર સાથે રેપ કરનારને ફાંસીની સજાની મંજૂરી. રામનાથ કોવિંદે ૨૨ એપ્રિલ ૨૦૧૮ના આ બિલને મંજૂરી આપી હતી. જેમાં ૧૨ વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે બળાત્કાર કરનાર દોષીતોને ફાંસી આપવાની જોગવાઈ છે.
રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના કાર્યકાળમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સાથે જાેડાયેલા બિલ ૨૦૦૫ને પણ પાસ કર્યું જે ૧૬ વર્ષથી પેન્ડિંગ હતું. પૂર્વની સરકારોએ આ બિલને મંજૂરી ન આપી પરંતુ વર્તમાન સરકારે કોવિંદના કાર્યકાળમાં તેને પાસ કરાવી લીધુ. આ બિલ હેઠળ પોલીસ આતંકવાદ અને ગુના પર લગામ લગાવવા માટે કોઈપણ નાગરિકનો ફોન ટેપ કરી શકે છે અને બાદમાં તેને કાયદાકીય પૂરાવાના રૂપમાં રજૂ કરી શકે છે.
રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળમાં જે બિલોને મંજૂરી આપી તેમાં ક્રિમિનલ લો (મધ્ય પ્રદેશ સુધારા) બિલ ૨૦૧૯ પણ સામેલ છે, તે હેઠળ વિચારાધીન કેદીઓને શારીરિક રૂપથી હાજર રહેવાની જરૂર નથી. તે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપી શકે છે. આ સિવાય યુપીનું લઘુત્તમ વેતન (સુધારો) બિલ ૨૦૧૭ (બેંક દ્વારા પગારની ચૂકવણી), ઔદ્યોગિક વિવાદ (પશ્ચિમ બંગાળ સુધારો) બિલ ૨૦૧૬, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્સ (ઝારખંડ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૬, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્સ (કેરળ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૬ ને પણ મંજૂરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : દર્દીઓને મળી શકે છે રાહત- સરકાર ઘટાડી શકે છે આ ગંભીર બીમારીની દવાના ભાવ- જાણો વિગતે