Site icon

BIS Raid : માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા કાપડ-પોલિએસ્ટર સ્ટેપલ્સ ફાઈબરની આયાતના એકમ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

BIS Raid : ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે.

BIS Raid - BIS raids unit importing ISI-marked textile-polyester staple fibers without valid licence.

BIS Raid - BIS raids unit importing ISI-marked textile-polyester staple fibers without valid licence.

News Continuous Bureau | Mumbai 

BIS Raid : ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા કાપડ-પોલિએસ્ટર સ્ટેપલ્સ ફાઈબરના આયાતની માહિતીના આધારે તા. 16 માર્ચ, 2024ના રોજ જીઓ સોર્સ, 306, 307, 314 અને 315, જીઆઈડીસી, ધોળકા ખેડા હાઈવે, તા. ધોળકા, અમદાવાદની ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ જીઓ સોર્સને ત્યાંથી આઈએસઆઈ માર્ક વગરની પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબરની કુલ 197 ગાસડીઓ જપ્ત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ અપરાધ દંડનીય છે

આ પ્રોડક્ટ ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન માટે આઈએસઆઈ લાયસન્સ મેળવ્યા વિના આવા કોઈપણ સામાન, લેખ, પ્રક્રિયા, સિસ્ટમ અથવા સેવાનું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, સ્ટોર અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામા આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાંઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો : જેલમાં રહેલા કેદીઓ કેવી રીતે પૈસા કમાય છે, કેવી રીતે થાય છે પેમેન્ટ, જાણો તેઓને રોજનું કેટલું વેતન મળે છે.

છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા 

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા compaints@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
Exit mobile version